ગુજરાત સરકારની પ્રજાના પૈસાથી ઊભી થયેલા 14 જાહેર સાહસોમાં રૂપાણી સરકારે પ્રજાના રૂ.18,412 કરોડ ડૂબાડી દીધા છે. આ કંપનીઓ જંગી ખોટ કેમ કરી છે, તેનો હિસાબ સરકાર પાસે નથી. મોટી ખોટ કરનારા એકમોમાં ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામેલ છે. ભાજપ સરકારે કંપની રાજ ઊભું કરીને પ્રજાના અબજો રૂપિયા ડૂબાડી દીધા છે. પોતાના કૌભાંડો અને અણઆવડત જાહેર ન થાય તે માટે રૂપાણીએ છ મહિના સુધી જે અહેવાલ પોતાની ખૂરશી નીચે રાખી મુક્યો હતો તે હવે વિધાનસભામાં જાહેર કરવાની કાનૂની ફરજ પડી છે.
ગુજરાત સરકારની કૂલ 77 કંપનીઓ છે. 2016-17ની સ્થિતિએ તેમના છેલ્લા નાણાકીય હિસાબો પ્રમાણે, 54 જાહેર સાહસોએ માત્ર રૂ.3,648 કરોડનો નફો કર્યો છે. જેની સામે ખોટ એટલી બેશુમાર છે કે પ્રજાના નાણાંની લૂંટ કરવામાં આવી રહી હોય એવું સ્પષ્ટ થયું છે.
46 હજાર કરોડ ક્યાં ગયા
કેન્દ્ર સરકારની ઓડિટ સંસ્થા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે ‘કેગ’ દ્વારા 31 માર્ચ, 2017ના અહેવાલમાં ભાજપના પગ નીચેથી ધરતી ખસી જાય એવી આ વિગતો બહાર આવી છે. આ કંપનીઓમાં રાજ્ય સરકારનું કુલ રોકાણ 2012-13માં રૂ.1,02,689 કરોડ હતું, તે 2016-17માં એકાએક વધીને રૂ.1,49,499 કરોડ થયું હતું. રૂ.46 હજાર કરોડ રૂપાણી અને આનંદીબેનની સરકારે રોક્યા પણ સરકારે તેનું વળતર 5થી 7 ટકા જ મળી રહ્યું છે.
રૂ.800 કરોડ સલવાઈ ગયા
રાજ્ય સરકારની 14 કંપનીઓ એવી છે કે, જે સદંતર નિષ્ફળ ગઈ છે. જેમાં મૂડી અને લાંબા ગાળાની લોન પેટે રૂ.800.68 કરોડ સલવાયેલાં છે. 8 કંપીનઓને ફડચામાં લઇ જવાની કામગારી 1997થી ચાલતી આવી છે. જ્યારે 6 કંપનીઓ તો બંધ પણ પડી ગઈ છે.
6200 કરોડનો હિસાબ મળતો નથી
મૂડી રકમમાં રૂ.1,106 કરોડ, લોનો રૂ.1991 કરોડ, બાંયધરી રૂ.3,107 કરોડનો વધારો શોધી કાઢયો છે. રાજ્ય સરકારે તેની કંપનીઓ કે જાહેર સાહસોના હિસાબોમાં રૂ.6204 કરોડના ગોટાળા કર્યા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. આ હિસાબ મળતો નથી. રૂપાણી સરકારે જે ગોટાળા અને ભ્રષ્ટાચાર કર્યો છે તે કંપનીઓમાં ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ, જીસીપીસી, નર્મદા નિગમ, જીએસપીસી એલએનજી લિમિટેડ, ગુજરાત રાજ્ય માર્ગ-વાહન વ્યવહાર નિગમ છે. જેમાં પારવગરના કૌભાંડો ચાલી રહ્યાં છે.
રૂ.12,800 કરોડ છુપાવી દીધા
ગુજરાત સરકારે પોતાના ગોટાળા અને નિષ્ફળતાઓ છુપાવવા માટે હિસાબ રજુ કર્યા નથી. આવી રકમ રૂ.12,806 કરોડ જેવી છે. જ્યારથી વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી 2014-15, 2015-16, 2016-17માં રૂ.9,066 કરોડનું નવું રોકાણ કર્યું છે. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, ગુજરાત એવિયેશન ઇન્ફ્રા. કંપની, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ, એસ.ટી. નિગમ, વોટર ઇન્ફ્રા. લિ., ધોલેરા કંપની, નર્મદા નિગમમાં રૂ.12,806 કરોડ અપાયા છે. જેનો હિસાબ ગુજરાત સરકારે ‘કેગ’ને આપ્યો નથી. તે નાણાંનું શું થયું તે પણ જાહેર કરાયું નથી. જેમાં મોટા પ્રમાણમાં ગોટાળા હોઈ શકે છે.
GSPCમાં રૂ.9345 કરોડ ધોવાઈ ગયા
ગુજરાતમાં ઘરેઘરે ગેસ આવશે અને ખેતરે ખેતરે તેલનો કૂવો હશે એવું કહેનારી ભાજપ સરકારે પેટ્રોલ અને ડિઝલમાં રૂ.12લાખ કરોડ પ્રજાના ગજવામાંથી ખંખેરી લીધા બાદ હવે ગુજરાતની પણ પેટ્રોલ પેદા કરતી કંપની GSPCના રૂ.9344.60 કરોડ ધોઈ નાંખ્યા છે. 2017માં પાંચ કંપનીઓના રૂ.5,862 કરોડની નેટવર્થ ધોવાઇ ગઇ છે. આલ્કોક એશડાઉન ગુજરાત લિમિટેડમાં રૂ. 444.97 કરોડનું છે. જ્યારે નાણાકીય નિગમમાં રૂ. 2272 કરોડનું તથા એસ.ટી. નિગમમાં રૂ.975 કરોડનું રોકાણ ધોવાઇ ગયું છે.