સયાજીગંજમાં ગોળીઓ-બિસ્કીટ સહિત પરચુરણ સામાનની દુકાન ધરાવતી અને તાંદલજા વિસ્તારમાં મરીયમ પાર્કમાં રહેતી નસીમ નજીરભાઇ પટેલ નામની મહિલા યુવાનોને નશીલા ઇન્જક્શન તથા માદક પાઉડરનું વેચાણ કરતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી પેન્ટોઝોસીન ઇન્જેક્શન તથા મેથામ્ફેટામાઇન પાઉડરના જથ્થો પકડી પાડ્પોયો હતો. રૂ. બસોમાં ઇન્જેક્શન તથા બે હજારમાં એક ગ્રામ પાઉડરની પડીકીનું વેચાણ કરતી હોવાની વિગતો બહાર આવી છે. મહિલાને અકોટા વિસ્તારનો ઇમ્તીહાઝ સપ્લાય કરતો હોવાની પણ તેણે કબૂલાત કરી છે.

પ્રતિબંધીત એવા પેન્ટોઝોસીન ફોર્ટવીન ઇન્જેક્શન નંગ ૩૭૦ તથા મેથામ્ફેટામાઇન પાવડરનો આઠ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ વર્ષથી મરીયમ સોસાયટી મકાન ભાડેથી રાખી રહેતી હતી. તેનો પતિ બે વર્ષ અગાઉ મરણ થયા બાદ સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠૃા નટરાજ ટાઉનશીપ સામે દુકાન શરૂ કરી હતી. જેમાં તે ગોળી , બીસ્કીટ તથા પરચુરણ સામાન વેચચી હતી તેની સાથે સાથે છેલ્લા પાંચેક માસથી આ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. આ ઉપરાંત તે પોતે પોતાના મકાને રાખી ડ્રગ્સના બંધાણી ગ્રાહકોને એક ઇન્જેકશન રૂ.૨૦૦ તથા એક ગ્રામ પાઉડર રૂ.૨૦૦૦ ના ભાવે વેચાણ કરતી હતી.
 ગુજરાતી
 ગુજરાતી English
 English