અમરેલીની રમત-ગમત કચેરી ઘ્વારા રૂ.13 કરોડની ગેરરીતિ થઈ છે. આંગણવાડીનાં બાળકો માટે થયેલ રમકડાની ખરીદીમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ રહી છે. તેથી તેના દસ્તાવેજો સલામ રીતે રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
અમરેલીનાં બહુમાળી ભવનમાં આવેલ રમત-ગમત કચેરી ઘ્વારા થોડા મહિનાઓ પહેલા સાંસદની અને અન્યની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનાં રમકડા ખરીદ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ નીતિ-નિયમોને નેવે મુકી દઈને સરકારી નાણાનો દુરૂપયોગ થયો હોવાની ફરિયાદ એસીબીમાં થયા બાદ રમત-ગમત વિભાગની વડી કચેરીએ અમરેલીનાં વર્તમાન રમત-ગમત અધિકારીને રમકડાની ખરીદી અંગેનાં તમામ દસ્તાવેજોને સુરિક્ષત કરવાની સુચના આપી હોવાનું જાણવા મળેલ છે.
રમત-ગમત વિભાગનું કથિત કરોડો રૂપિયાનું કૌભાંડ આગામી ચૂંટણીમાં ચર્ચાસ્પદ બને તો નવાઈ પામવા જેવું નહી રહે.