લોકરક્ષકની પરિક્ષામાં નવ લાખ ઉમેદવાર પરીક્ષા આપવા પોતાના જીલ્લાથી અલગ અલગ જીલ્લામાં જવા આવવા, જમવા, રહેવાનો ઓછાંમાં ઓછો એક ઉમેદવારનો રૂ.1500નો ખર્ચ થયો છે. જે હિસાબે
900000 ઉમેદવાર × રૂ.1500 = રુ.1350000000 (135 કરોડ) એકસો પાંત્રીસ કરોડ રુપિયા ઉમેદવારોના પાણીમાં ગયા અને છેલ્લા પાંચ છ મહિનાના રાત દિવસ વાંચવાનો સમય પણ ખરાબ થયો છે. 1200 કરોડથી પણ વધુ માનવ કલાક બગડ્યા છે. તેના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભુપેન્દ્ર ચૂડાસમા જવાબદાર છે. આ કાંડના કારણે ભાજપે 9 લાખ કુટુંબોના 30 લાખ મત પણ ગુમાવશે. તે મતદારો બીજા 3 મત ખરાબ કરે તો એક કરોડ મતદારોને રૂપાણી સરકાર સામે મતદાન કરવા માટે સમજાવી શકે તો ભાજપ લોકસભાની 12 બેઠકો ગુમાવી શકે તેમ છે.