CAG (કેગ) રીપોર્ટમાં ગુજરાત સરકારની વહીવટી બેદરકારીને કારણે રાજ્યની આવકમાં રૂ.25,000 કરોડનું નુક્શાન (ઘટ) માટે જવાબદાર કોણ? એવો પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે. રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે મળતીયાઓ તથા સંબંધિત લોકોને લાભ પહોંચાડવા નવા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ લાગુ ન કરીને રાજ્ય સરકારને અંદાજિત રૂા.25,000 કરોડથી વધુ નુક્શાન સહન કરવાનો વારો આવ્યો. જે અંગે વધુ વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સીએ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ ન્યાયાલય દ્વારા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સની નિર્ધારણ પદ્ધતિમાં વૈજ્ઞાનિક પદ્ધતિ તથા પ્રક્રિયા અપનાવવાનો આદેશ કરવા પછી એપ્રિલ, 2011માં એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ નક્કી કરવામાં આવ્યો સાથો સાથ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના 31 માર્ચ 2011ના ઠરાવ મુજબ એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સમાં સુધારા કરવાની પ્રક્રિયા દર વર્ષે કરવી જરૂરી છે અને નવા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ દરેક વર્ષે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.