રાજુલા વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષમાં 12થી પણ વધારે સિંહનાં મોત થવા છતાં વન વિભાગ તેને ગંભીર લેતા તૈયાર નથી. જેમાં મોટાભાગનાં સિંહોના મોત સુરેન્દ્રનગર – પીપાવાવ રેલ્વે ટ્રેક ઉપર થયલાં છે. છતાં રેલ્વેનાં ડ્રાઈવર કે રેલ્વે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુલા વિસ્તારમાં પીપાવાવ ચાર માર્ગીય હાઈવે બનતાં ડુંગર નજીક રોડ પર સિંહનાં અકસ્માતમાં પીપાવાવમાં શતેલાં મોત અંગે કોઈ તપાસ કરવામાં આવી નથી
ખેડૂતોનાં ખેતરમાં કંઈક કારણસર જો સિંહનું મૃત્યુ થાય તો વનવિભાગ ખેડૂતની પાછળ પડી જાય છે. જયારે ખાનગી કંપનીની રેલ્વે અને રોડ અકસ્માતમાં કોઈ સિંહનું મોત થાય છે તો તેની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી.
લાયન નેચર ફાઉડેશન દ્વારા ખાંભાની લોકમાન્ય તીલક-શાળામાં દોઢ માસના સમય ગાળામાં એશિયાની આન-બાન અને શાન તેમજ ગુજરાતની ઓળાણ અને ગીરનું ઘરેણું એવા કૂલ 24 સિંહના મોત કમોત થતાં ખઆંભાની શાળામાં સિંહોને ફુલોની શ્રઘ્ધાજંલિ આપી હતા.
એક તરફ વન વિભાગ સિંહોની સુરક્ષા અંગે પગલાં લેવાતાં હોવાનું કહે છે, પણ બીજી બાજું હવે સિંહો ગામની અંદર આવે છે અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને પીપાવાવ બંદર પર સિંહો જઈ ચઢે છે.
રાજુલાનાં દરિયાકાંઠે આવેલા પિપાવાવ પોર્ટ પર એકી સાથે પાંચ સિંહો જઈ ચઢ્યા હતા. ત્યારે બધઆને ફફડાટ ફેલાયો હતો.
દલખાણીયા રેન્જમાં 23 સિંહોના થયેલા મોત બાદ સિંહ પ્રેમીઓ દ્વારા સાસણ ખાતે શ્રઘ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હવન તથા મુસ્લિમ વિધિ માટે કુરાનની આયાતનો કાર્યક્રમ રાખવા માટે અગાઉથી જાણ કરી હતી, તેમ છતાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવાનો ઈન્કાર વન વિભાગે કર્યો હતો.
વન વિભાગે પોતાની નિષ્ફળતા છુપાવવા રાતોરાત મંડપ કઢાવી નાખતા આયોજક દ્વારા સિંહના ફોટા સાથે વિસાવદરના ધારાસભ્યની આગેવાનીમાં રામ ધૂન સાથે રેલી કાઢી જાહેર રોડ ઉપર સાસણ વન વિભાગની દિવાલ નજીક સિંહનો ફોટો રાખી મંત્રોચ્ચાર સાથે કુરાનની આયાત પઢી સિંહોના આત્માની શાંતિ માટે અને સુરક્ષા માટે કાર્યક્રમ કરવામાં આવેલો હતો.