રોજગારીના વચનો ઈજનેરો માટે ફોક કરતો ભાજપ

ગુજરાતમાં ઈજનેરોની બેકારી પરાકાષ્ઠા પર આવીને ઊભી છે. દર વર્ષે 45 હજાર વિદ્યાર્થીઓ ઈજનેર બનીને કોલેજમાંથી બહાર આવે છે. જેમાંથી 19 ટકા લોકોને જ રૂ.10 હજારથી લઈને રૂ.15 હજારના પગારથી નોકરી મળે છે. એટલે કે 8 હજાર નોકરીમેળવે છે. પણ તેમના પગાર બહુ ઓછા હોય છે. ઈજનેરી કંપનીઓ નવા વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરે છે. તેમને પુરતાં પગાર આપતી નથી. જે પગાર આપે છે તે એક વ્યક્તિને એક મહીના સુધી ઘર ખર્ચ કાઢવા માટે પૂરતો નથી. તેથી યુવાનો મોડા લગ્ન કરતાં થયા છે. જેનાથી સામાજિક અસમતુલા પેદા થઈ છે. 45 હજાર ઈજનેરો બહાર આવે છે અને તેમાં માંડ 8,000 ઈજનેરોને માંડ નોકરી મળે છે. આમ ગુજરાતમાં મેઈક ઈન ગુજરાતનું સ્વપ્ન ખરા અર્થમાં સ્વપ્ન થઈ રહ્યું છે. ગુજરાતમાં 7 વાયબ્રંટ ગુજરાત થયા તેમ છતાં ઈજનેરોની સ્થિતીમાં કોઈ ફેર પડ્યો નથી. તેમને પગાર ધોરણ અને નોકરી મેળવાવાની તક ઘટી છે.

ભારતમાં મેઈક ઈન્ડિયા જાહેર થયા પછી ભારતમાં ઈજનેરી તકનિકથી બનતી વસ્તુઓના ઈજનેરો બેકારીનો સામનો કરી રહ્યાં છે. દેશમાં દર વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓ ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવે છે. જેમાંથી માત્ર 7 લાખ ઈજનેરો જ રોજગારી મેળવી શકે છે. ગુજરાતમાં 66 હજાર એજનેરો માટે કોલેજોમાં જગ્યા છે. જે હવે પુરી ભરાતી નથી. કારણ કે તેમને નોકરી મળતી નથી. આમ ગુજરાતનું બિહામણું ચિત્ર બેકારીનું ઊભું થયું છે. ચારૂતર વિદ્યામંડળમાં દેશના ઈજનેરોના કેવા બેહાલ છે તે અંગે એક સમેમિનારમાં વિગતો જાહેર કરવામાં આવી હતી.

ઈજનેરી કોલેજો ખાલીખમ થઈ રહી છે.  એન્જિનિયરિંગમાં પ્રવેશ પહેલા જ 25 હજાર બેઠક ખાલી રહી છે. એન્જિયરિંગમાં 66 હજાર બેઠકો સામે 43 હજાર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. એટલે કે વિદ્યાર્થીઓને એન્જીનીઅરીગંમાં ડિગ્રી મેળવવાનો રસ ઓછો હોય તેવું લાગે છે. કેટલીક કોલેજોને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. એન્જિયનરિંગ માટે ક્વોલિફાય થનાર વિદ્યાર્થીઓમાંથી 70 ટકા વિદ્યાર્થીઓ જ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવતા હોય છે.

છેલ્લા પાંચ વર્ષથી એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો ખાલી રહે છે. પુરતા અધ્યાપકો ન હોય , પુરતી લેબોરેટરી ન હોય તેવી કોલેજોની બેઠકો મોટા પાયે ખાલી રહે છે. સીટો ખાલી રહે છે તે ગુજરાતના શાસનમાં દિશા વિહીન શિક્ષણનો બોલતો પુરાવો છે. ક્વોલિફાય થનાર વિદ્યાર્થીઓમાંથી 70 ટકા વિદ્યાર્થીઓ જ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવતા હોય છે.

રાજ્યની 20 જેટલી એન્જીનીયરીંગ, એમબીએ તેમજ એમસીએની ખાનગી કોલેજોમાં ફીનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, નવસારી, આણંદની ખાનગી કોલેજો સામેલ છે. એન્જીનીયરીંગ કોલેજોની વાત કરીએ તો ફીમાં ત્રણ હજાર રૂપિયાથી માંડીને રૂ.60 હજાર જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. કારણ કે આ કોલેજોને સ્ટુડન્ટ્સ મળતા નથી. ફી ઘટાડીને વિદ્યાર્થીઓ માટે લાલચ ઊભી કરી છે.

1992માં ઉદારીકરણ થયા પછી શિક્ષણ બજારનો ભાગ બની ગયું છે. ચાર વર્ષથી ઇજનેરી કોલેજોમાં 30 હજાર બેઠકો ખાલી રહી હતી. હાલ ગુજરાતમાં 150 જેટલી એન્જીનીયરીંગ કોલેજો છે.  હોવી જોઇએ એના કરતાં રાજ્યમાં 25 ટકા એન્જીનીયરીંગ કોલેજો વધારે છે. ઉપાય એક જ છે કે સરકાર નવી ખાનગી ઇજનેરી કોલેજોને મંજૂરી ન આપે. નહીંતર વર્ષ દર વર્ષ કોલેજોમાં ખાલી બેઠકોની સંખ્યામાં સતત વધારો થતો રહેશે અને એ બેઠકો ભરવા માટે કોલેજો પેંતરા અજમાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોજગારીના વચનો આપીને યુવાનોને ભાજપ તરફ ખેંચી લાવ્યા હતા પણ હવે યુવાનોને રોજગારી આપવામાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. તે માત્ર મત મેળવવા માટે જ હતું એવું યુવાનોને આજે લાગે છે.