લઘુમતિ સમાજ દરેક પક્ષને ચૂંટણી ઢંઢેરો મોકલશે

લોકસભા ચૂંટણી 2019માં રાજકીય લઘુમતી સમુદાયની અવાજ સંભળાવવા માટે ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દાઓની નોંધ જારી કરવામા ંઆવી છે.

રાષ્ટ્રીય લઘુમતી આયોગ 1992માં સંસોધન કરી અને બંધારણીય દરજ્જો આપવામાં આવે અને બધા રાજ્યોમાં રાજ્ય લઘુમતી આયોગ બનાવવામાં આવે.
અત્યારે NCM એક્ટ બહુ નબળો છે, આમાં રાજ્યોમાં આયોગની સ્પષ્ટ રચના કરવાની વ્યવસ્થા કરવામાં આવી નથી અને આયોગની સત્તા પણ સ્પષ્ટ નથી. જેના કારણે દેશમાં લઘુમતી સમુદાયની સમસ્યાઓના અસરકારક નિરાકરણો થતાં નથી અને દેશના 18 રાજ્યોમાં જ રાજ્ય લઘુમતી આયોગ છે, અને ગુજરાતમાં પણ લઘુમતી આયોગ નથી. એટલે લઘુમતી આયોગ એક્ટ 1992માં સંશોધન કરી એને બંધારણીય દરજ્જો આપવામાં આવે અને બધા રાજ્યોમાં
રાજ્ય લઘુમતી આયોગ બનાવવામાં આવે.

સમાન અવસર આયોગની રચના
સચ્ચર કમિટીની રિપોર્ટએ દેશની સામે સાચી હકીકત લાવી કે દેશમાં મુસ્લિમોની પરિસ્થિતી રોજગાર, નોકરી (સરકારી, પ્રાઈવેટ) અને ભણતર જેવી સુવિધા આપવામાં રાષ્ટ્રીય ટકાવારીથી ઓછી છે. એમાં પણ એમને ભેદભાવના કારણોને લીધે પાછળ રાખવામાં આવી રહ્યા છે, એટલે બંધારણની મૂળ ભાવના સમાન તક પૂર્ણ કરવા માટે સમાન તક આયોગની બંધારણીય મજબૂતીની સાથે તેની રચના કરવામાં આવે જેનાથી દેશના દરેક લઘુમતી સમુદાયને સમાન અવસર મળે.

બધા રાજ્યોમાં રાજ્ય લઘુમતી કલ્યાણ મંત્રાલયની રચના કરવામાં આવે.
સચ્ચર કમીટીએ બતાવ્યુ કે દેશમાં લઘુમતી સમુદાયના મુસ્લિમ સમુદાયની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. એમના વિસ્તારોમા મૂળભૂત સુવિધાઓ, શિક્ષા, રોજગાર, સુરક્ષા જેવા મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક કામ કરવા માટે લઘુમતી કાર્ય મંત્રાલય બાનવવામાં આવે. કેન્દ્રમા 2006માં બનાવવામાં આવ્યું પણ ગુજરાતમાં નથી. જેના કારણે ગુજરાતમાં 11.5% લઘુમતી સમુદાય તકોથી વંચિત છે. એટલે દેશના દરેક રાજ્યમાં રાજ્ય લઘુમતી મંત્રાલય બને તેને સુનિશ્ચિત
કરવામાં આવે.

લઘુમતીઓ માટે બજેટમાં સ્પષ્ટ જોગવાઈ સુનિશ્ચિત કરવા માટે ખાસ ઘટક યોજના (Special Component Plan) બનાવવામાં આવે. દેશનો લઘુમતી સમુદાય દરેક ક્ષેત્રમાં મુખ્યધારાથી પાછળ છે. આનો મુખ્ય કારણ સરકારોનું બજેટમાં આ વંચિત વર્ગના વિકાસ, ઉત્થાન માટે જોગવાઈ ના કરવાના કારણોથી થાય છે.
આખા દેશમાં જનસંખ્યાના અનુરૂપ જોગવાઈ સુનિશ્ચિત કરવા માટે લઘુમતી ખાસ ઘટક યોજના (Special Component Plan) બનાવવામાં આવે અને જનસંખ્યાના અનુરૂપ બજેટમાં ચોક્કસ ખાસ ફાળવણીની જોગવાઈ કરવામાં આવે.

લઘુમતી (અત્યાચાર નિવારણ) {The Minorities (Prevention Of Atrocities) Act} કાયદો ઘડવામાં આવે. આખા દેશમાં જે રીતે લઘુમતી સમુદાય જેવા કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય પર સંગઠનીક રૂપથી હુમલાઓ થઈ રહ્યા છે, તેને રોકવા માટે તાત્કાલિક ધોરણે લઘુમતી (અત્યાચાર નિવારણ) કાયદો ઘડવામાં આવે અને એમના વિરૂદ્ધ થયેલ અપરાધોને ગેરજામીન પાત્ર બનાવવામાં આવે.

સંવિધાનના અનુછેદ 341 થી ધાર્મિક ફરજિયાતપણું હટાવવામાં આવે બંધારણના અનુછેદ 341 (અનુસુચિત જાતિ) ઘોષિત કરવા પર ધાર્મિક ફરજિયાતપણું હટાવવુ જોઈએ. જયારે બંધારણ લાગુ થયું ત્યારે અનુસુચિત જાતિ હોવા માટે હિંદુ અને બોદ્ધધર્મના હોવું ફરજિયાત ના હતું પરંતુ THE SCHEDULED CASTES AND SCHEDULEDTRIBES
ORDERS (AMENDMENT) ACT, 1956 લાવીને આ ધર્મ આધારિત બદલાવ કરવામાં આવ્યું. આ કલમ ધાર્મિક ભેદભાવ વધારવા વાળી છે જેથી તેને નાબૂદ કરવા માટે સંશોધન કરવામાં આવે. જેથી ન્યાયનું સ્વપ્ન પૂર્ણ કરવામાં થઇ શકે

સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે એક્ટ બનાવવા દેશમાં વધતી જતી સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અને એનાથી પ્રભાવિત લોકોના પુન:સ્થાપન માટે, તેમજ ટૂંક સમયમાં ન્યાય અપાવવા માટે અને લઘુમતી સમુદાયના મનમાંથી ભયનો માહોલ દૂર કરવા માટે, સાંપ્રદાયિક હિંસા રોકવા માટે એક્ટ બનાવવું. જેમાં હિંસાથી સંબંધિત બાબતોને જલ્દીથી ધ્યાનમાં લઈ નિરાકરણ માટે વિશેષ અદાલતો પણ સ્થાપિત થવી જોઈએ.

વડા પ્રધાનનો નવા 15-મુદ્દાનો કાર્યક્રમ દેશના તમામ જિલ્લાઓમાં અમલમાં મૂકવો જોઈએ દેશનો લઘુમતી સમુદાય મુખ્યધારાથી પાછળ છે, એમને સમાનતામાં લાવવા માટે દેશના બધા જિલ્લામાં વડા પ્રધાનના નવા 15-મુદ્દાનો કાર્યક્રમનો વિસ્તાર કરી દેશના તમામ જિલ્લામાં લાગુ કરવામાં આવે. જેનાથી પછાત, વંચિત વર્ગોનો વિકાસ થાય.

પોલીસ એન્કાઉન્ટર પર ન્યાયિક તપાસ આયોગ બનાવો આખા દેશમાં મોટા પાયે પોલીસ એન્કાઉન્ટર થાય છે અને એનો મહિમામંડન કરવાનો પણ ચલણ વધ્યો છે ત્યારે આપણે વિચારવું એ પડે કે આનો ભોગ લઘુમતી સમુદાય જ કેમ બને છે? તેથી, દેશમાં પોલીસ એન્કાઉન્ટર પર ન્યાયિક તપાસ આયોગ રચવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે.

હથિયાર તાલીમ, પ્રદર્શન કરવાવાળા સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવે. દેશમાં હથિયાર પ્રદર્શન કરવાનું ચલણ વધી રહ્યું છે, અમુક સંગઠનો ખુલ્લેઆમ હથિયાર તાલીમો, પ્રદર્શન, ત્રિશુલ વિતરણ વગેરે કાર્યક્રમો કરે છે જેને તાત્કાલિક પ્રભાવથી રોકવામાં આવે કારણકે આ બધાનો ઉપયોગ લઘુમતી સમુદાયને ડરાવવા માટે કરવામાં આવે છે. જેથી આવા હથીયાર તાલીમ, પ્રદર્શન કરવા વાળા સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવે.

વકફ સંપત્તીઓને બચાવવામાં આવે
દેશમાં ઘણી મોટી સંખ્યામાં વકફ સંપત્તિ છે જેના પર ગેરકાનૂની રીતે દબાણ કરવામાં આવેલ છે, ગેરકાયદેસર રીતે મિલકતો વેચવામાં આવી રહી છે જેને બચાવવા તેનું સંવર્ધન કરવા તેમજ વિવાદોનો જલ્દી નિરાકરણ લાવવા માટે વકફ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવે. જેથી આ સંપત્તિઓનો સમાજના વ્યાપકહિતમાં ઉપયોગમાં લઇ શકાય. દરેક રાજ્યમાં વકફ ભવન બનવવામાં આવે. વકફ બોર્ડ અને ટ્રીબ્યુનલને સ્ટાફ, બજેટની તાત્કાલિક જોગવાઈ કરવામાં
આવે.

લઘુમતી નાણાં વિકાસ નિગમને મજબુત બનાવવામાં આવે
રાષ્ટ્રીય અને રાજ્ય લઘુમતી નાણાં વિકાસ નિગમને આર્થિક રીતે વધુ મજબુત બનાવવામાં આવે અને તેના માટે કોર્પસ ફંડની સ્થાપના કરવામાં આવે, જેથી લઘુમતી સમુદાયને નાની- નાની લોન અને સહાય સમયસર પ્રાપ્ત થઇ શકે.

રાજનીતિક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કાયદો બનાવવામાં આવે
દેશમાં લઘુમતી સમુદાય રાજનીતિક આભડછેટનો શિકાર છે, ભારતનું બંધારણ દેશના દરેક વંચિત સમુદાયને સમાન ભાગીદારીની ભાવના રાખે છે પણ આપને જોઈ રહ્યા છીએ કે લઘુમતી સમુદાય પોતાની જનસંખ્યાથી ખુબ જ ઓછા ટકામાં રાજનીતિક ક્ષેત્રોમાં આવી શકે છે. જેથી આ વંચિતવર્ગોનું રાજનીતિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે કાયદો બનાવવામાં આવે.

લઘુમતી વિસ્તારોમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓની સ્થાપના કરવામાં આવે
લઘુમતી વિસ્તારોમાં શાળાઓ ખુબજ ઓછી છે તેના લીધે બાળકો ખાસ કરીને છોકરીઓ માત્ર પ્રાથમિક શિક્ષા સુધી જ પહોંચી શકે છે તેમનું આગળનું ભણતર તેના લીધે પ્રભાવિત થાય છે. દરેક બાળકને ભણવાનો બરાબર અવસર પ્રાપ્ત થાય તે માટે લઘુમતી વિસ્તારોમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓની સ્થાપના કરવામાં આવે.

તેમ કન્વેનેર મુજાહિદ નફીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.  અમદાવાદ ગુજરાત માં “Voice of Minorities” 2019 લોકસભા સામાન્ય ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો બાહર પાડવામાં આવ્યો હતો. જે આખા દેશના લઘુમતી સમુદાયને અસર કરી રહ્યા છે તેને દરેક રાજકીય પક્ષને મોકલીશું. જેથી આવનારા સમયમાં આ મુદ્દાઓ વિષે પક્ષો પોતાનું વલણ સ્પષ્ટ કરે. ગુજરાતની દરેક લોકસભા ક્ષેત્રો માં MCCના સાથીઓ આ ચૂંટણી ઢંઢેરાને દરેક ઉમ્મેદવારને આપશે. ચૂંટણી ઢંઢેરા ને પસાર કરનારાઓમાં મુજાહિદ નફીસ, ઉસ્માન ગની શેરસીયા, નેલ્સન ખ્રિસ્તી, રવીન્દ્ર બગ્ગા, જમીલા ખાન, હાજી અસરાર બેગ, શકીલ શેખ દાનીશ ખાન, હૂરા બેન દાણી, જુનેદ સય્યદ હતા.