લજ્જાએ 13 લાખની રાયફલ ખરીદી  

ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી લજ્જા ગોસ્વામીની ચેંગડુ-ચાઇના ખાતે ૮/૦૮/૨૦૧૯ થી ૧૮/૦૮/૨૦૧૯ દરમ્યાન યોજાનાર World Police & Fire Games -૨૦૧૯માં પસંદગી થઇ છે. વિશ્વ કક્ષાની સ્પર્ધા પોલીસ કર્મીઓ માટે દર બે વર્ષે યોજાય છે. ભારતભરમાંથી ૧૫૦થી વધુ રમતવીરોની પસંદગી થઇ છે.  લજ્જા ગોસ્વામી શુટીંગ રમતની સ્પર્ધામાં રમતમાં ભાગ લેશે. 

લજ્જા ગોસ્વામીએ વર્ષ ૨૦૧૭માં યુ.એસ.એ. ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતેલા છે.  ૨૦૧૭માં કેરાલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. ૨૦૧૮માં ઇન્દોર (એમ.પી.) ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જ્યારે ૨૦૧૯માં કેરાલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ચેમ્પીયનશીપમાં પ્રેકટીસ કરવા અને રમવા માટે રૂા.૧૨,૯૫,૭૮૦ની રાયફલ તથા એમ્યુનેશન ખરીદ કરી છે.