લિબીયામાં છાવણીમાં 9 લાખ લોકો રિબાય છે, ભારતમાં પણ નાગરિકતા પછી 50 લાખ લોકો હશે

લિબિયામાં નવ લાખથી વધારે લોકો નરકનું જીવન જીવી રહ્યા છે, જો ભારતમાં નાગરિકતાના મુ્દદે છાવણી બનશે તો આસામની જેમ દરેક રાજ્યમાં શરણાર્થીઓ હશે. આવા ઓછામાં ઓછા 50 લાખ લોકો હોઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર મુજબ લિબિયામાં 9 લાખ લોકોને વર્ષ 2020માં માનવીય સહાયતાની જરુરત છે. આ વિગતો સંયુક્ત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના અહેવાલમાં આપવામાં આવી છે.

OCHAએ શુક્રવારે જણાવ્યું કે, લિબિયામાં લગભગ 897000 લોકોને મદદની જરુરિયાત છે. આ તમામ લોકો સૌથી વધારે નબળા લોકો છે, જેમને ગંભીર રીતે મદદની જરુર છે. OCHA મુજબ આ એવા લોકો છે જે આંતરિક રીતે વિસ્થાપિત છે, દેશમાં પરત ફરનારા, બિન-વિસ્થાપિત પરંતુ સંઘર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓ છે.

OCHAએ જણાવ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત અને પરત ફરનારા આવા હજારો લોકો માટે સ્વચ્છ પેયજળ, ચિકિત્સા સેવા અને સુરક્ષિત આવાસ જેવી પ્રાથમિક જરુરિયાતો દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ખોરવાઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે લિબિયામાં 6,55,000 શરણાર્થી અને પ્રવાસી છે જેમાં 48,000 શરણાર્થી રજિસ્ટર થયેલા છે.