લીંબડી ભાજપમાં બળવો કેમ થાય છે

લીંબડી નગરપાલિકામાં 28 સભ્યોમાંથી 16 ભાજપ અને 12 કોંગ્રેસના છે. લીંમડીમાં ભાજપની પાસે 20 વર્ષથી ગાંધીનગરની જેમ સત્તા પર છે. ભાજપના નગરપાલિકાના પ્રમુખ ધીરૂભાઈ ખાંદલાની વરણી કરવામાં આવી હતી. ભાજપ શહેર પ્રમુખ દલસુખ ચૌહાણ દ્વારા પાલિકાના નિર્ણય કરવા લાગતાં ભાજપના સભ્યો નારાજ થયા છે. તેના કારણે 9 ઓગસ્ટ 2018ના દિવસે મેલી સભામાં ભાજપના 7 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ભાજપના કેટલાંક નેતાઓ સમક્ષ તેમણે રજૂઆત પણ કરી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે પણ સભાનો બહિષ્કાર કર્યો હતો. જેની સાથે ભાજપના સભ્યો બહાર નિકળી ગયા હતા. ભાજપના બળવાખોર સભ્યો નગરપાલિકાના ઉપપ્રમુખ દેવુ ભરવાડ, પૂર્વ પ્રમુખ ધનજી મકવાણા, જયશ્રીબેન રાજેન્દ્રસિંહ રાઠોડ, ચીકાભાઈ ઝંઝુવાડીયા, રતન વોરા, ઉર્મીલા રસિક ચાવડા તથા ધર્મીષ્ઠા નટુભાઈ ઝાલાનો સમાવેશ થાય છે.