લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ દિવાલ કૂદીને ફરાર

સુરેન્દ્રનગરની લીંબડી જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ ભાગી જતાં  પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. તો કેદીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે લીંબડી જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારથી ગૃહ રાાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા આવ્યા છે ત્યારથી સુરેેન્દ્રનગ જિલ્લામાં આવી ઘટનાઓ બનતી આવીી છે.

સ્થાનિક પોલીસે કેદીઓને પકડી લેવા આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા માર્ગો પર પહેરો વધારી દીધો છે અને સઘન ચેકિંગ હાથ ધરી છે.

આ સબજેલની ભીંતો પર લગાડેલા તાર પણ ઉપરની બાજુથી થોડા કપાયેલા દેખાય છે. જોકે, તપાસ અને સીસીટવીનાં ફૂટેજ જોઇને જાણ થશે કે આ કેદીઓ કઇ રીતે ફરાર થઇ ગયા. અમદાવાદ અને રાજકોટ તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સવારે કેદીઓ જેલમાંથી નાસી છૂટતા પકડવા માટે ઠેરઠેર નાકાબંધી કરી છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર પણ કેદીઓને પકડી પાડવા માટે પહેરો ગોઠવી દીધો છે. કેદીઓ સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ પણ જવાની શક્યતાઓ છે.

આ અગાઉ પણ 2015માં હત્યા કેસમાં કાચા કામનો કેદી દિવાલ કૂદી ભાગી ગયો હતો.

લીંબડીસબજેલમાં હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે રહેલો કેદી રાત્રીના સમયે દિવાલ કુદીને નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.આ શખ્સ જેલમાં અગાઉ પણ બે વખત કેદીઓ ભાગી જવાની ઘટના બની હતી. કેદીને પકડવા માટે લીંબડી અને ચૂડાનો પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરીને આરોપીની ભાળ મેળવવા માટે દોડધામ શરૂ કરી છે.