લીવર અને કિડનીના રોગ વધારતું ટોલુએન કેમિકલ ખોરાકના પેકીંગમાં વપરાય છે

બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ફુડ પેકીંગ માટે વપરાતી શાહી હાનિકારક કેમિકલથી બનાવવામાં આવે છે. જેમાં ટોલુએન કેમિકલનો પણ ઉપયોગ થાય છે. જેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. ટોલુએનનો ઉપયોગ પેઈન્ટના થીનર માટે કરવામાં આવે છે. જે લીવર અને કિડની માટે ખુબ જ જોખમી છે. આ અંગે ગુજરાતનું ખોરક અને ઔષધ વિભાગ અત્યંત બેદરકાર છે. ગુજરાતમાં નાની કંપનીઓ અને મોટી કંપનીઓ ફરસણ, ઠંડા પીણા, બેકરી આઈટમ, ચોકલેટ, દૂધ જેવી પેકીંગની વસ્તુમાં આ શાહી વાપરે છે.

ચેન્નાઈની એક કંપની ટોલુએન કેમિકલ બનાવે છે અને તેનો ઉપયોગ ગુજરાતના મોટા ભાગના ફૂડ ઉત્પાદકો પેકીંગમાં કરે છે.

ઘણા દેશોમાં ફુડ ઈન્ડસ્ટ્રી માટે આ કેમિકલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે.  ભારતની 80 ટકા એફએમસીજી કંપનીઓ પેકિંગ માટે ટોલુએનનો ઉપયોગ કરે છે. ખોરાકના સંપર્કમાં આવતા પેકિંગના ટોલુએનનો ઉપયોગ ઘાતક બને છે.  ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પેકિંગમાં શાહી વાપરવા માટે પ્રતિબંધ આવી શકે છે.

ભારતની મૂળ કંપનીઓ તો આ રંગ જોખમી રીતે વાપરી રહી છે. પણ વિદેશી પણ ગુજરાતમાં તે ખોરાક કે પિણાનું વેચાણ કરતી હોય કંપનીઓ પણ ભારતમાં આવીને આ રંગ વાપરી રહી છે. ફુડ પેકેજીંગમાં હાનિકારક કેમિકલનો ઉપયોગ અટકાવવા માટે  સુરક્ષાના ભાગરૂપે પ્રિન્ટીંગ અને પેકીંગના નિયમો બદલવા પડશે.

નિષ્ણાંતોના મતે જો નવો નિયમોની અમલવારી કરવામાં આવે તો એફએમસીજી કંપનીઓએ ટોલુએન ફ્રી શાહીનો ઉપયોગ પેકિંગ માટે કરવાનો રહેશે. જોકે સ્વીસ ફુડ કંપની નેસ્લે આવી કરી ચુકી છે. પેકિજીંગ સપ્લાયર્સ માટે કોઈ મોટુ રોકાણ કરવાની આવશ્યકતા નથી જે હાલ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વગર પણ પેકેજીંગ થઈ શકે છે.