અમેરિકાના ન્યુયોર્કમાં સાઉથ એશિયા બિઝનેસ એશોશિએશનના ઉપક્રમે કોલમ્બીયા બિઝનેસ સ્કૂલમાં યોજાયેલી ૧૪મી વાર્ષિક કોન્ફરન્સમાં ભારતના રાજયસભાના સાંસદ તથા ભાજપ અગ્રણી ડો.સુબ્રમણ્યમ સ્વામીએ હાજરી આપી સંબોધન કર્યુ હતું. તથા ૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમણે ન્યુજર્સીના એડિસનમાં આવેલા TVAsia ઓડીટોરીયમમાં પણ ભેગા થયેલા કોમ્યુનીટી અગ્રણીઓ સાથે વાર્તાલાય કર્યો હતો. તથા જણાવ્યું હતું કે ૨૦૧૯ની સાલમાં ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અવશ્ય વિજેતા બનશે.ડો.સ્વામીનું TVAsiaના ચેરમેન તથા ceo શ્રી એચ.આર. શાહએ સ્વાગત કર્યુ હતું. તથા ત્યાર પહેલાના દિવસે TVAsiaના ન્યુઝ ડીરેકટર શ્રી રોહિત બાસએ તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્ય સાથે TVAsiaન્યુઝ દ્વારા જાણવા મળે છે.