લોકસભાની ચૂંટણીના કારણે બજેટ મોડું થશે, ફેબ્રુઆરીમાં ૪ માસનું લેખાનુદાન રજૂ થશે

દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા હતા. દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવેલી ભાજપ સરકાર ફરી વાર બહુમતી મેળવવા માટે પ્રયત્નો કરશે. લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ સમગ્ર દેશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારનું બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ થશે. ફેબ્રુઆરીમાં ૪ માસનું લેખાનુદાન રજૂ થશે. વોટ ઓન એકાઉન્ટ માટે વિધાનસભાનું ૭ દિવસનું સત્ર યોજાશે. મેમાં યોજનારી ચૂંટણીના કારણે બજેટ રજૂ નહીં થાય. લેખાનુદાન અંગે રાજ્ય સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યુલર બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ કરવામાં આવશે