લોકસભાની ચૂંટણીના દાવેદારોમાં ગુજરાત કોંગ્રેસનો દાવ શરૂં

લોકસભા બેઠકની ત્રણ દિવસની સમીક્ષા પૂર્ણ : સામાજિક, જાતિવાદી સમીકરણો પર આદરાઈ માથાપરચ્ચી

અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, નવસારી, શહેરોમાં દાવેદારોની તંગી : કેટલીક બેઠકો પર સિંગલ નામ પર થઈ ચર્ચા તો કેટલીક બેઠકો પર આવ્યા ત્રણથી ચાર નામો સપાટી પર : બેઠકમાં હાજર આગેવાનોએ અલગ અલગ નામો સુચવ્યાની ચકચાર

બેઠકમાં જો અને તોના સમીકરણ
નરેશ મહેશ્વરી – મનજી ચાવડાના નામો કરાયા રજુ પરંતુ જો વર્તમાન રાજકીય પ્રવાહને જોતા કોંગ્રેસ ગઠબંધન કરે તો વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ઉતારાય મેદાનમાં
ગાંધીનગર : આગામી લોકસભાનીચુંટણી માટે જે કેટલીક હાઈપ્રોફાઈલ અને મહત્વપૂર્ણ બેઠકો માનવામા આવી રહી છે તે પૈકીની જ એક કચ્છની બેઠક છે. ભાજપનો સદાય ગઢ મનાતી રહેતી આ બેઠક પર કોંગ્રેસ આ વખતે વધારે સજજતાથી મેદાનમા ઉતારવાની રણનીતી ઘડી રહી હોવાનુ મનાય છે. ગત ત્રણ દીવસમા પ્રથમ દીવસે જ કચ્છ બેઠકની જે સમીક્ષાઓ કરવામા આવી છે તેમા આ અનામત બેઠક પર વર્તમાન પ્રમુખ નરેશ મહેશ્વરી અને મનજી ચાવડાના નામો પર ચર્ચા થઈ છે. પરંતુ જે રીતે રાજયની વર્તમાન રીતે સ્થિતી છે તેનેજોતા જોકોંગ્રેસ ગઠબંધન કરે તો વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પણ કચ્છમાથી મેદાનમા ઉતારી શકે છે તેવી અટકળો પણ આ બેઠક બાદ વધુ મજબુત બનીને બહાર આવવા પામી રહી છે.
જિજ્ઞેશ મેવાણીની અમદાવાદની પણ એક અનામત બેઠક પર ગોઠણીઓ ચાલતી હોવાનુ મનાય છે. કીરીટ સોલંકી વાળી અનામતની બેઠક પર પણ જિજ્ઞેશ મેવાણીને મેદાનમાં ઉતારી શકાય છે જો આવુ થશે તો તેઓ સંભવત કચ્છમાથી ચૂંટણી ન પણ લડે. એટલે હાલના તો કચ્છ બેઠક પર હજુય જો અને તોની સ્થીતી જ બનેલી હોય તેવુ વધારે ફલિત થવા પામી રહ્યુ છે.

કઈ બેઠક પર કોના નામની કરાઈ ચર્ચા?
• બનાસકાંઠા : ગોવાભાઈ રબારી – દીનેશ ગઢવી – જોઈતાભાઈ પટેલ • સાબરકાંઠા : મધુસુદન મિસ્ત્રી- ડાહ્યાભાઈ પટેલ- અશ્વીન કોટવાલ • પાટણ : જગદીશ ઠાકોર – અલ્પેશ ઠાકોર • સુરેન્દ્રનગર : સોમાભાઈ પટેલ- અથવા અન્યકોળી આગેવાન • અમરેલી : જેનીબેન ઠુમ્મર- કોકીલાબેન કાકડીયા • જામનગર : હેમંત ખાવા-વિક્રમ માડમ- મેરામણ ગોરીયા • કચ્છ : નરેશ મહેશ્વરી, રમેશ ગરવા, મનજી ચાવડા, જિજ્ઞેશ મેવાણી, માવજીભાઈ મહેશ્વરી(નખત્રાણા-અબડાસા), લક્ષ્મીચંદ ફફલ(માંડવી), વિદ્યાબેન(અંજાર),કિશોર પિંગોલ(મુંદરા), કોઈ નોકરીયાતની પણ લાગે લોટરી, મહિલાને પણ મળી શકે પ્રાધાન્ય • જુનાગઢ : પુંજાભાઈ વંશ- હર્ષદ રીબડીયા • બારડોલી : તુષારભાઈ ચૌધરી • ભરૂચ : હાઈકમાન્ડ કહે તો અહેમદ પટેલ • વલસાડ : કિસન પટેલ-જીતુ ચૌધરી- અનંત પટેલ • પંચમહાલ : રાજેન્દ્રસિંહ પટેલ, વેચાટ ખાંટ • દાહોદ : પ્રભાબેન પટેલ- શ્રી તાવીયાડ • છોટાઉદેપુર : રણજીત રાઠવા, ધીરૂભાઈ ભીલ, રાજેન્દ્રસિહ રાઠવા, સુખરામ રાઠવા • આણંદ : ભરતસિહ સોલંકી •ખેડા : નટવરસિહ મહીડા અને નટવરસિંહ ઠાકોર
• મહેસાણા : બળદેવજી ઠાકોર

બેઠક દીઠ શું કરાઈ સમીક્ષા?
ગાંધીનગર : કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચુંટણીના પગલે ર૬ બેઠકો પર મુરતીયાઓની પ્રાથમિક પસંદગીને લઈને મંથન સંપન્ન કરી લેવામા આવ્યુ છે. ત્યારે બેઠકદીઠ ચર્ચાઓની વાત કરીએ તો કચ્છ બેઠક પર આ વખતે કોંગ્રેસનુ વિશેષ ધ્યાન રહેશે. અહી ન માત્ર ગુજરાત બલ્કે કેન્દ્ર સરકારને માટે પણ પરેશાનીનુ સબબ બનેલા જિજ્ઞેશ મેવાણીને મેદાનમા ઉતારાય તેવી સ્થીતી બનાવાઈ છે. તો વળી સાબરકાંઠામાં મધુસુદન મિસ્ત્રી એઆઈસીસીના મંત્રી રહેલા છે તે સહિતના અનુભવીનામો મુકાયા છે. જયારે પાટણ કોગ્રેસની પરંપરાગત બેઠક માનવામા આવી રહી છે. અહી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અથવા તો ઓબીસી એકતામંચના અલ્પેશ ઠાકોર જેવા યુવા ચહેરાઓ માટે મંથન કરાયુ છે. સુરેન્દ્રનગરની બેઠક પર સિંગલ નામ જરજુ થવા પામ્યુ છે અને તે સોમાભાઈ પટેલ જેવા મજુબત નેતાનુ છે. કોળી પટેલ આગેવાન તરીકેસોમાભાઈ આગવી છબીધરાવી રહ્યા છે. અમરેલી કે જેની વિધાનસભાની મોટાભાગની બેઠકોકોંગ્રેસ પાસે જ છે તે બેઠક પર મહીલાને મેદાનમાથી ઉતારશે અને વિરજી ઠુમ્મરના પુત્રીનુ નામ લવાયુ છે. જામનગરમા નારાજ એવા વિક્રમ માડમ સહિતના મજબુત નામો ઉભર્યા છે.જુનાગઢમા જે બે નામો સામે આવ્યા છે તે પૂર્વ ધારાસભ્યો છે અને બન્નેને પ્રમોટ કરવાની વિચારણા કરાઈ છે. બારડોલીમા સિગલ નામ આવ્યુ છે તો વળી ભરૂચ બેઠક અહેમદ પટેલનો ગઢ રહ્યો છે અને તેમા હાઈકમાન્ડ કહેશે તો અહેમદભાઈને નહી તોઅહેમદભાઈ જે નામ સુચવશે તેમને ટીકીટ આપવાની રહેશે.

આગામી દીવસોમા લોકસભાની ચુંટણીઓ તોળાય તેવા એંધાણને લઈ અને ગુજરાતમા પણ રાજકીય પક્ષોએ આંતરીક પ્રાથમિક તૈયારીઓ તેજ બનાવી દીધી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપક્રમે પણ પાછલા ત્રણ દીવસથી લોકસભાની ચૂંટણીના સંભવત ઉમેદવારોને માટે જરૂરી પરામર્શ આદરવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ ત્રિદીવસીય માથાપરચ્ચી સંપન્ન થવા પામી છે અને દિગ્ગજોની નારાજગીની વચ્ચે જ લોકસભા ચૂંટણીના દાવેદારો મામલે કોગ્રેેસે પ્રથમ દાવ ખેલી લીધો હોવાનો વર્તારો ખડો થતો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતીમા પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકસભાની ૨૬ બેઠકોના સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો અને પૂર્વ સાંસદો સહિત ૩૦૦થી વધુ નેતાઓ સાથે છેલ્લા ત્રણ દિવસથી બેઠક દીઠ સમીક્ષા પૂર્ણ થઈ હતી. આ બેઠકમા ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામા બેઠક યોજવામા આવી હતી અને ત્રણ દીવસ સુધી અલગ અલગ બેઠકોની જાતીવાદી અને સામાજિક સમીકરણો પર વિગતવાર ચર્ચાઓ કરી અને યોગ્ય ઉમેદવારો પર માથાપરચ્ચી આદરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
જે નામો નકકી કરવામા આવ્યા છે તેમા રાજયનીવર્તમાન રાજકીય સ્થીતી, સામાજીક અને જાતીવાદ સમીકરણોને ધ્યાને રાખવામા આવ્યા છે. વિવિધ આગેવાનો આ બેઠકમા હાજર રહ્યા હતા અને આ બેઠકમા ઉપસ્થિતી આગેવાનો દ્વારા અલગ અલગ નામો સુચવાયા હોવાનુ પણ મનાય છે. કેટલીક બેઠકો પર માત્ર સીગલ નામો જ આવ્યા છે તો વળી મોટાભાગની બેઠકો પર ચારથી પાંચ નામો સામે આવવા પામી ગયા છે. જો કે, કોંગ્રેસની હજુ આ પ્રથમ સમીક્ષા બેઠક છે હજુ તો સત્તાવાર રીતેલોકસભા
ચૂૃટણીની તારીખો કે કાર્યક્રમ જાહેર થવા પામે તે પછી જ સત્તાવાર અને વીધીવત રીતેકોઈ નામો મામલે ચોકકસ વિગતો બહાર આવવા પામી શકે તેમ છે.