ગુજરાતના 13 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે તેના 26 ઉમેદવારોમાં 4 ધાસાસભ્યોને ટિકીટ આપી છે. કોંગ્રેસે 26 ઉમેદવારોમા 9 ધારાસભ્યોને ટિકીટ આપી છે. 13 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. હાલ 4 ધારાસભાની ચૂંટણી લોકસભા સાથે છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું હોવાથી તેમણે રાજીનામાં અપાવીને ફરીથી ચૂંટણી ડલાવવામાં આવી રહી છે. પ્રજાએ આપેલા આદેશ વિરૂદ્ધ જઈને આ 4 ધારાસભ્યો પોતાના મતદારોનો ભરોશો તોડીને ભાજપમાં જોડાયા છે. 1 ધારાસભાની બેઠકની ચૂંટણી કરવા માટે સર્વોચ્ચ અદાલતી બંધ રાખી છે આમ લોકસભાની ચૂંટણી જીતવા માટે 18 ધારાસભ્યો બેદખલ થશે.
ભાજપે 10 સાંસદોને ફરી ઉમેદવાર કર્યા નથી. જે બતાવે છે કે આ 10 બેઠક તેમના માટે ખતરારૂપ છે.
રાજ્યમાં લોકસભાની ટિકીટ નહીં મળવાના કારણે ભાજપની 10 બેઠકો તેમજ કોંગ્રેસની 8 બેઠકો પર નારાજગી જોવા મળી રહી છે.