અયોધ્યા મંદિર અને રામ ચંદ્ર ભગવાન ઉપર ભાજપ રાજકીય રોટલા શેકી રહ્યું છે 1980 થી ચાલુ વર્ષ સુધીના ઇતિહાસમાં ભાજપે રામ નો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષી કોંગ્રેસના નેતા પરેશભાઇ ધાનાણીએ કરે છે આ અંગે વધુ માહિતી આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અયોધ્યા ના રામલ્લા મંદિરના દરવાજા સ્વ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા પરંતુ ભાજપ રામલા દરવાજાને કાયદામાં ફસાવવાનું પાપ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી અને તેની ભગીની સંસ્થાઓ ને સાડા ચાર વર્ષ પછી જ રામમંદિરની કેમ યાદ આવી ? આ સંસ્થાઓએ અત્યાર સુધી કેમ મૌન સેવ્યું હતું તે એક યક્ષપ્રશ્ન છે ભાજપ પર પ્રહાર કરતા પરેશ ધાનાણી એ સ્પષ્ટતા કરી હતી કે ભાજપે આપેલા વિકાસના વચનો અને તેના દાવા આજે પોકળ સાબિત થઈ ચૂક્યા છે ગુજરાતની શેરીઓમાં હવાલદાર અને ચોકીદાર 16 સાબિત થઈ રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીના અવસરે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ દેશના નાગરિકો ની લાગણીઓ છંછેડવા પ્રયત્ન કરી અયોધ્યાના મુદ્દા ઉપરથી ધૂળ ખંખેરવાનો પ્રયત્ન કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો આજે રામચંદ્ર ભગવાન પણ સાડા ચાર વર્ષથી મંદિર બનવા ની રાહ માં રાહ જોઈને બેઠા છે પરંતુ અર્થનીતિ ને નુકશાન કરતા ભાજપ એ પોતાના સંવિધાન કોરાણે મૂકી દીધા હોવાનો આક્ષેપ વ્યક્ત કર્યો હતો આ તબક્કે વડાપ્રધાન પર નિશાન તાકતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને સંવિધાન કોરાણે મૂકી રાખેલ માં કરોડો રુપિયા લૂંટ આવ્યા છે અને આજે ચોકીદાર જ ચોર નીકળ્યા ત્યારે પ્રજાને આપેલા વચનોનો હિસાબ માગશે તેવા ભયથી મતદારોનું ધ્યાન ભ્રમિત કરવા ભાજપ અયોધ્યા નો વિવાદ ચગાવતી હોવાનો મત વ્યક્ત કર્યો હતો આ તબક્કે તેમણે ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકારે વાઇબ્રેટ હવે બંધ કરવો જોઇએ સમિટના નામે વપરાતા કરોડો રૂપિયા અછતગ્રસ્ત વિસ્તારોમાં તેમજ મૃત હાલતમાં થયેલા નાના અને મોટા ઉદ્યોગ માટે વિશેષ નીતિ બનાવી ને વાપરવા જોઈએ એટલું જ નહીં ખેડૂતોના દેવા માફ કરી પોષણક્ષમ ભાવ મળે તેવો ખર્ચ કરવા અને તેવી નીતિ બનાવવા અપીલ કરી હતી આ તકે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં 2003થી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ સમિતિ આયોજિત કરવાની શરૂઆત કરી હતી પરંતુ 2003થી 2018 સુધી ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો મૃતપાય હાલતમાં છે અને ગુજરાત આજે ઔધ્યોગિક હરીફાઈમાં ખૂબ જ પાછળ ધકેલાયું હોવાનો કર્યો હતો