લોકસભાની 26 બેઠકોની બાજી હવે 19 વર્ષના યુવાનોના હાથમાં

18થી 19 વર્ષના 4.66 લાખ સાવ નવા મતદારો લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે હારજીત નક્કી કરશે. એક લોકસભાની બેઠક ઉપર લગભગ 18,000 નવા મતદારો આવ્યા છે. જે બેરોજગારી અને આર્થિક બેહાલીનો સામનો કરી રહ્યાં છે. તેથી તેઓ કયા પક્ષ તરફ ઢળશે તે મહત્વનું બની રહેશે. 35 વર્ષ સુધીના યુવાન મતદારોની એક લોકસભા બેઠક પર લગભગ 50 હજાર જેવી થવા જાય છે. જે પક્ષ યુવાનોને વધું ટિકિટ આપશે કે યુવાનો માટે વધું ધ્યાન આપશે તેમના સાંસદો ગુજરાતમાંથી વધું ચૂંટાશે. કૂલ મતદારોમાં વધારો થયો છે તેમાં 6.70 લાખ મતદારો થવા જાય છે.

લોકસભા ચૂંટણી 2019ના એપ્રિલ-મે મહિનામાં યોજાવાની શક્યતા છે. ત્યારે નવા મતદારો કે જે આ વખતે પ્રથમ વખત મતદાનનો ઉપયોગ કરી લોકશાહી ના પર્વમાં ભાગીદારી નોંધાવાના છે તેને લઈને રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા દરેક જીલ્લામાં કવાયત હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, ગાંધીનગરના ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ, દહેગામ અને માણસા વિધાનસભા વિસ્તારમાં 1 જાન્યુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતા નવા મતદારો શોધવા અને તેમના નામ નોંધવાની પ્રક્રિયા શરુ કરી હતી. 2019 લોકસભા ચૂંટણીના સંબંધમાં આગામી તારીખ એટલે કે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર હતી.  1989માં 61માં બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે.