લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરુ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપને ફાયદો કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી એવી રીતે હવે તેઓ દેશમાં ભાજપને ફાયદો થાય તે રીતે ત્રીજો મોરચો રચવા માટે છેલ્લાં બે મહિનાથી કામ કરી રહ્યાં છે. જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે. અરવિંદ કેજરીવાલ જેવા થોડા પક્ષો તેની ટોપલીમાં આવી જાય તો કોંગ્રેસ સત્તા પરથી દૂર રહે તેમ છે. આમ ફરી એક વખત શંકરસિંહ વાઘેલા ભાજપની બી ટીમ તરીકે કામ શરૂ કર્યું હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેઓ આડકરતી રીતે મદદ કરી રહ્યાં છે.
ભાજપ અને કોંગ્રેસ પક્ષને તોડીફોડીને પોતાની રાજનીતિ કરતાં આવેલા શંકરસિંહ વાઘેલા પર પ્રાદેશિક પક્ષો બહુ ભરોષો રાખી શકે તેમ નથી. કારણ કે તેઓએ ગુજરાતના મતદારો અને કાર્યકરો પર પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું છે. તેઓ સોશિલ મિડિયાનાં કોઈ બાબત મૂકે છે તો પણ તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. ગુજરાતના રાજકારણમાં વાઘેલાનું સ્થાન હવે ક્યાંય રહ્યું નથી.
શંકરસિંહે તેના ટેકેદારોને એવું કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં ભાજપ અથવા કોંગ્રેસ ઉપરાંત બીજા કોઈ પક્ષ હોવો જોઈએ. તે માટે ત્રીજો મોરચો ઊભો કરવો જરૂરી છે. છેલ્લાં બે મહિનાથી વાઘેલા રાષ્ટ્રીય નેતાઓને મળી રહ્યા છે. બંને રાષ્ટ્રીય પક્ષો પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે વાયદા પૂરા કર્યા નથી.
સૂત્રો કહે છે કે, દેશના રાજકીય પક્ષોને વાઘેલા પર સહેજ પણ ભરોસો નથી. તેથી તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. વાઘેલાએ કોંગ્રેસને દગો કરી વિરોધ પક્ષના નેતા તરીકે છોડીને અને અહેમદ પટેલને મત નહીં આપીને અને ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસો કર્યા હતા તેથી રાજકીય પક્ષોને તેમના પર ભરોશો નથી રહ્યો. ગુજરાતમાં તેમણે ત્રીજો મોરચો બનાવ્યો હતો જેમાં એક પણ પક્ષ જોડાયો ન હતો આવું દેશ કક્ષાએ તેમની સાથે કોઈ નહીં જોડાય એવી ટીકા પણ રાજકીય નિરીક્ષકો કરી રહ્યાં છે.