પાલિકા બાદ તાલુકા-જિલ્લા પંચાયતમાં પણ જોરશોરથી ચર્ચાતા નામો બાકાત કરી વિવાદ ટાળવાની કરાઈ કોશિશ : ચર્ચામાં ન રહેલા અને નિર્વિવાદીત લોકોના નામ ઉપર પક્ષે મહોર મારી સેફ ગેમ રમી : બાહોળો મતદાર વર્ગ ધરાવતા જ્ઞાતિ અગ્રણીઓની બાકાતીથી આંતરિક ઉકળતો ચરૂ : ભાજપે નાખેલા પાસાઓ કેટલા સાચા પડશે તો તે ર૦૧૯માં જ ખબર
કચ્છમાં લાંબા સમય બાદ ક્ષત્રિય સમાજનું રાજકીય કદ વધ્યું
ભુજ : રાજાશાહીના સમયમાં સાશનધુરા સમારનારા ક્ષત્રિયનો કદ રાજકીય રીતે કચ્છ જિલ્લામાં પાછલા લાંબા સમયથી ઘટવા પામ્યો હતો. જો કે, વિધાનસભા ચુંટણીમાં માંડવી અને અબડાસા બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવારોનું વિજય થયા બાદ ફરીથી રાજકીય કદ પર વધી રહ્યું હોય ચિત્ર ઉપસી રહ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ જેને રાજ્યના કેબીનેટ મંત્રીના પદ સમાન ગણના થાય છે તેના પણ ક્ષત્રિય સમાજના મોભી લક્ષ્મણસિંહ સોઢાની વરણી કરવામાં છે. તો તાલુકા પંચાયતોમાં પ્રમુખ – ઉપપ્રમુખોમાં પણ ક્ષત્રીયોને વર્ચસ્વ સ્પષ્ટ પણે જણાઈ આવે તેના પણથી કહી શકાય કચ્છમાં લાંબા સમય બાદ ક્ષત્રિયોનું રાજકીય કદ વધ્યું છે.
દરેક જ્ઞાતિને સાચવવાની વાતો વચ્ચે અમુક જ્ઞાતિનું જ પ્રભુત્વ જળવાયું
ભુજ : નગરપાલીકા, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખોની વરણીમાં ભાજપ દ્વારા દરેક જ્ઞાતિનો સમતોલ જાળવાયો હોવાની વાતો કહેવાઈ રહી છે જો કે, હોદ્ેદારોની વરણી પર નજર નાખીએ તો અમુક જ્ઞાતિનો જ વર્ચસ્વ જળવાયો હોવાનું સામને આવી રહ્યું છે. ત્યારે સૌના સાથ સૌના વિકાસની વાતો વચ્ચે અન્ય સમાજે બાદ બાકી ભાજપને કેટલી નડે છે આવનાર સમયમાં જ ખબર પડશે.
અન્ય જ્ઞાતિના હોદ્દેદારોને પણ ન્યાય આપવાની કરાઈ કોશિશ
ભુજ : ભાજપ દ્વારા નગરપાલિકાથી લઈને જિલ્લા – તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખોની વરણીમાં દરેક જ્ઞાતિને સમાવવાની કોશિશ કરાઈ છે. જેના પર નજર નાખીએ તો ગઢવી સમાજના રાણશી ગઢવીને માંડવી તાલેુકા પંચાયત ઉપપ્રમુખ, ખેંગાર ગઢવીને મુન્દ્રા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડૉ. રામ ગઢવીને ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ, જૈન સમાજના હિતેશ ખંડોલને ભુજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, મેહુલ શાહને માંડવી નગરપાલિકા પ્રમુખ, આહીર સમાજના ગોવિંદ ડાંગરને અંજાર તાલુકા પંચાયત પ્રમુખ, ગીતાબેન મ્યાત્રાને ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ તો સોની સમાજના લતાબેન સોલંકીને ભુજ નગરપાલિકા પ્રમુખ, લોહણા સમાજના રાજેશભાઈ પલણને અંજાર નગરપાલિકા પ્રમુખ, મહેશ્વરી સમાજના કાનજીભાઈ ભર્યાને ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ,જ્યારે નવલબેન દુબડિયાના ભચાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, હરખીબેન વાઘાણીને રાપર તાલુકા પંચાયત પ્રમુખ, જ્યોત્સનાબેન દાસને અંજાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ, અજબાઈ ગોરડિયાને અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ, ગીતાબેન રાજગોરને માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ, લીલાબેન શેટ્ટીને ગાંધીધામ નગરપાલિકા ઉપપ્રમુખ, ધર્મિષ્ઠાબેન ખાંડેકાને અંજાર નગરપાલિકા ઉપપ્રમુખ પદે સમાવવામાં આવ્યા છે.
કા. ચેરમેન-સમિતિઓની વરણીમાં બાકી રહી ગયેલી જ્ઞાતિઓને
સમાવવાનો કરાશે પ્રયાસ
ભુજ : ભાજપ દ્વારા પ્રમુખો – ઉપપ્રમુખોની વરણીમાં દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપવાની પૂરેપૂરી કોશિશ કરાઈ છે, તેમ છતાં અનેક જ્ઞાતિ તેમાંથી વંચિત રહી ગઈ છે ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તેમજ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને સમિતિઓની વરણીમાં આ જ્ઞાતિઓને સમાવવાનો પ્રયાસ કરાશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
કચ્છ લોકસભાની બેઠક : ભાજપ-કોંગ્રેસ બન્ને માટે કટોકટીની સ્થિતિ
ભુજ : કચ્છ લોકસભાના વિસ્તારના સિમાંકનમાં થયેલ વધારા બાદ મોરબીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જિલ્લાની છ વિધાનસભા બેઠકોનું લોકસભા મત વિસ્તારમાં સમાવેશ થતો હતો તેના સ્થાને સાત બેઠકો થઈ જવા પામી છે. વિધાનસભા મત વિસ્તારના ગણીત પર નજર માંડીએ તો રાપર, અબડાસા અને મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જ્યારે, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામની બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. લોકસભા વિસ્તારમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે માત્ર એક જ બેઠકનો તફાવત છે ત્યારે આગામી ચુંટણીમાં આ તફાવત કોને ફાયદો કોને નુકશાન પહોચાડશે તે જોવો રસપદ બની રહેશે.
ભુજ : વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષો એવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ર૦૧૯ લોકસભા ચુંટણીની તૈયારીઓનું ધમધમાટ આરંભી દેવાયો હોઈ તેની અસર છેવાડાના જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જ્ઞાતિ વાઈસ સમીકરણનો સમતોલ જાળવવા ભાજપ દ્વારા પાલીકાથી લઈને જિલ્લા – તાલુકા પંચાયતના હોદ્ેદારોની વરણીમાં ફુકી – ફુકીને પગલા ભરવામાં આવ્યા છે. જો કે, ભાજપના આ પગલાના આતંરિક રીતે ઘેરા પ્રત્યાઘાતો પણ પડવાના શરૂ થઈ ગયા છે ત્યારે લોકસભાની ચુંટણીની ધ્યાને લઈને ભાજપે ફેકેલા પાસા કેટલા સમા પડે છે તે તો ર૦૧૯માં જ ખબર પડશે.
આ અંગેની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાંથી શરૂ કરેલ ભાજપની વિજય યાત્રા અવિરત પડે જારી રહેવા પામી છે. દેશના મોટા ભાગના રાજ્યમાં ભાજપે સત્તા હસ્ગત કરી કોંગ્રેસને રીતસરનો સફાયો કરી દીધો છે. ત્યારે ભાજપના ગઢ સમાન ગુજરાતમાં આગામી લોકસભાની ર૬ – ર૬ બેઠકો પર ફરી ભગવો લહેરાય તે માટે મોવડી મંડળ દ્વારા કમરકસવામાં આવી છે. લોકસભાની ચુંટણી પુર્વે નવા રોટેશન મુજબ નગરપાલીકા – જિલ્લા – તાલુકા પંચાયતોમાં પ્રમુખ – ઉપપ્રમુખોની વરણી પ્રકરીયા હાથ ધરાઈ હોઈ હોદ્ેદારોની નિયુક્તિમાં ભાજપે ફુકી – ફુકીને પગલા ભર્યા હોઈ તેવી પ્રતિતિ થઈ રહી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો નગરપાલીકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ – ઉપપ્રમુખોની વરણીમાં ભાજપ દ્વારા જે પ્રકારે જ્ઞાતિવાર સંમતોલ જાળવવાની કોશીશ કરાઈ છે તેના પણથી જણાઈ આવે છે કે, અત્યારથી ભગવા બ્રિગેડ કચ્છમાં લોકસભા ચુંટણીના બ્યુગલ ફુકી દીધા છે. પાછલા એકાદ માસથી આ વરણી પ્રક્રિયાને લઈને ભારે ઉત્સુકતા ભર્યો માહોલ સર્જાયો હતો. તો અનેકઓના નામો ચર્ચામાં હતા જેના લઈને પક્ષમાં જ આતંરિક ખેચતાનની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પક્ષના મોવડીઓએ વિવાદને સમાવવા માટે દરેક જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાની પુરે- પુરી કોશીષ કરી છે. ત્યારે ભાજપની આ વ્યુહરચના કેટલી સફળ નિવડે છે તેના ઉપર રાજકીય પંડીતોની પણ નજર મંડાઈ છે.