લોપામુદ્રાએ શરતો મુકી, તો જ તે ભારત આવશે

નિત્યાનંદ આશ્રમ વિવાદ દિન-પ્રતિદિન પેંચીદો થતો જાય છે. જ્યારથી આ વિવાદ સામે આવ્યો છે ત્યારથી એક પછી એક નવા નવા થતા જાય છે. હજુ પણ બે બહેનો ગાયબ છે અને તેઓ પોલીસની સામે નથી આવી રહી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે મોટી બહેન અમદાવાદના આશ્રમમાં છે પણ માતા-પિતા તેનું અપહરણ કરી જવાના ડરથી તે સામે નથી આવી રહી પરંતુ બીજા દિવસે પોલીસને મોટી બહેન આશ્રમમાંથી મળી નહોતી. હાલ વિદેશમાં રહેતી બીજી બહેન તત્ત્વપ્રિયા ઉર્ફે લોપામુદ્રાએ તેનો એક વીડિયો અપલોડ કરીને ગુજરાતમાં આવવા માટે કેટલીક શરતો મુકી હતી. લોપામુદ્રાએ શરતો મુકીને કહ્યું હતું કે તેમની શરતો માન્ય રાખવામાં આવશે તો જ તે ભારત આવશે. લોપામુદ્રાએ પાંચ શરતો મુકી હતી જેમાં પહેલી શરત હતી કે મને અને મારી બહેનને કોર્ટના આદેશથી સુરક્ષા આપવામાં આવે. જ્યારે હું ભારત આવું અને ભારતથી પરત ફરું ત્યાં સુધી અમને સુરક્ષા આપવામાં આવે. બીજી શરતએ છે કે કોર્ટ આદેશ કરે કે મારી બહેન અને મારું અપહરણ ન કરે. ત્રીજી શરત એ છે કે મારી અને મારી બહેનની ધરપકડ ન કરવામાં આવે. ચોથી શરત એ છે કે મને એવો આદેશ ન કરવામાં આવે કે હું અને મારી બહેન અહીં રહીએ. મારે અને મારી બહેને નક્કી કરવાનું છે કે અમારે ક્યાં રહેવું છે અને મારી પાંચમી શરત એ છે કે માં નિત્યપ્રાણપ્રિયા નંદા અને માં નિત્યપ્રિયતત્વ નંદાની ગેરકાયદેસર રીતે થયેલી ધરપકડમાંથી તેમને મુક્ત કરવામાં આવે. આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે નિત્યનંદિતાના પાસપોર્ટની વિગતો મળેવીને તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો અહેવાલ ઈમિગ્રેશન વિભાગને આપવામાં આવ્યો છે અને ઈમિગ્રેશન વિભાગ પાસેથી નિત્યનંદિતાના પાસપોર્ટની વિગત માંગવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસ કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને ગૃહ વિભાગને આ બાબતે માહિતગાર કર