આ પોષ્ટ લખવાનો હેતુ કોઇ નામ કમાવવા નો કે રાજનીતિમાં આવાં માટે નથી. પરંતુ આપણા લોકલાડિલા પ્રધાન સેવક ની એક ભવ્ય યોજના નો સંદેશ તમારા સુધી પહોંચાડવા નો એક સંન્નિષ્ઠ પ્રયાસ છે.!! અને 2019 મા તમારો કિંમતી મત ( વોટ ) કોને આપવો એ હેતુથી લખાયેલી આ પોસ્ટ છે.!
જો આ પોસ્ટ કંટાળાજનક લાગે તો અધૂરો છોડી દેજો તેમાં મારે કશું ગુમાવવાનુ નથી. તમો એક સુવર્ણ તક ચુકી જસો.!
————————————
મિત્રો બે ત્રણ દિવસ પહેલાં દેશની રોજગારી અંગે સવાલ નો જવાબ આપણા મહાન પ્રધાન સેવકે જે અદાથી અને વિસ્તાર પૂર્વક જવાબ આપ્યો એનાં થી મારી છાતી ગજ ગજ (જોકે મારી છાતી નું માપ ૫૬’ કરતાં ઘણું ઓછું છે🙈) ફુલી ગઇ.! અને કદાચ ભવિષ્ય માં તેઓ ને રૂબરૂ મળવાની તક મળે તો હું તેઓ ની આ સિધ્ધિ માટે તેને ધન્યવાદ આપી ને તેના ચરણોમાં મારું શિશ ઝુકાવી દઉં.
એમણે પ્રવચન દરમ્યાન રોજગારી ના જે આકડા આપ્યા હતા. તેમા આપણે કલ્પના પણ નહીં કરી હોય એવા ક્ષેત્રમાં રોજગારી ની તકો ઉભી કરી. તે કાબિલે દાદ હતી.! ખાસ કરી ને ટ્રકો અને ટેક્ષી ઓ ની સંખ્યામાં વધારો થવાથી રોજગારી ની સંખ્યામાં વધારો થયો છે. એવું આકડાઓ આપી ને પુરવાર કર્યું ત્યારે દુનિયાના મોટ મોટા અર્થતંત્ર ના experts અચંબો પામી ગયા. તેના પહેલાં ચાણક્યઅમિતજી એ પણ મુદ્રા યોજના મારફતે લાખો રોજગાર ની તકો ઉભી કરવાનો દાવો કર્યો હતો.! હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે ભવિષ્ય માં એ જુમલો સાચો સાબિત ન થાય.
હવે મુખ્ય વાત ઉપર આવીએ !
થોડા દિવસ પહેલાં પ્રધાન સેવક આવા બીજા અન્ય ક્ષેત્રમાં રોજગારી ની તકો બાબતે આકડા આપવાના હતા.! તે સમયને અભાવે ના આપી શક્યા તે હું આપની સમક્ષ રજુ કરું છું.
૧: સૌપ્રથમ તો પ્રધાન સેવક પ્રત્યે અસંખ્ય લાગણી અને માનને લીધે તેની સલાહ અનુસરીને હજારો બે રોજગાર યુવાનોએ હજારો ની સંખ્યામાં પકોડાની અને દાબેલી ની લારીઓ અને પાનના ગલ્લા ખોલીને લાખો રોજગારી ઉભી કરી.
૨: સ્વચ્છ ભારતની ભવ્ય યોજના ને લીધે ઉભા થયેલા હજારો ટનના કચરાના ડુંગરાઓ ને લીધે હજારો ગરીબ કુટુંબોને કચરો એકઠો કરવાની ( Rag picking) રોજગાર ની સુવર્ણ તક મળી આજે હજારો કુટુંબ પોતાનુ ગજરાન ચલાવે છે. તેને પણ રોજગાર ના આકડા માં સમાવેશ કર્યો છે.
૩: આખા દેશ માં ગેરકાયદેસર ચલતી બાળમજુરી માં લાખો ની સંખ્યામાં વિકાસશીલ દેશનું ભવિષ્ય (ગરીબ બાળકો) વ્યસ્ત છે. તે પણ એક રોજગાર ની તક ઉભી કરેલી ગણાય.
૪: આ ઉપરાંત લાખોનુ સંખ્યામાં મજબૂર નાગરિકો G D P (Gross domestic production) નો દર ઊચો જવાથી મજુરી કરીને આ વિકાસપુરુષ ના વિકાસ ને ગતિ આપી રહ્યા છે.
૫: છેલ્લા સાડાચાર વરસ માં ઊટ,ઘોડા, ગધેડા અને ખચ્ચરની સંખ્યામાં ખાસ્સો વધારો થયેલ છે આમાં થી ૬૦% પણ પ્રાણીઓ જીવિત રહે તોપણ આડકતરી રીતે હજારો ની સંખ્યામાં રોજગાર પેદા થયેલા છે.
૬: મોટા સાહેબોની મહેરબાની થી હજારો ની સંખ્યામાં બુટલેગલરો, અલગ અલગ પ્રકારના માફિયાઓ અને દાદા લોગ એ બધાએ અલગ અલગ ટોળકીઓ બનાવી ને લાખો સંખ્યામાં રોજગાર પેદા કર્યા છે.
૭: હજારો બેકાર યુવાનો ને સાહેબ ની કંઠી પહેરાવી ભક્ત બનાવી ફક્ત સાહેબ નાં ગુણગાન ગાવા માટે ની નોકરી આપીને એક ઉમદા સમાજ સેવાનુ ઉદાહરણ પુરું પાડ્યું છે.
હવે જ્યારે ઉચ્ચ શિક્ષા પામેલા બેરોજગાર યુવાનો નો પ્રશ્ર આવ્યો ત્યારે તેના આકડા ઉપલબ્ધ ન હોવાથી પ્રધાન સેવકજી ખૂબજ ચિંતિત છે. અને તેને લીધે ઘણી વખત રાત્રે તેની ઊઘ ઉડી જાય છે. તેના માટે એક ભવ્ય રોજગાર યોજના ઘડી કાઢી છે. જેમા સૌ પ્રથમ ૨૦૧૯ બાદ સર્વે કરવામાં આવસે અને ૨૦૨૪ સુધી માં આ તમામ ને રોજગાર આપવામાં આવસે (આ એક જુમલો સાબીત થાય તો તમારા નસીબ) તેના માટે અબજો રૂપિયા ના ફંડ ની જરૂરીયાત હોવાથી ખૂબજ ઝડપથી દેશની અંદર અને બહારનુ કાળૂનાણુ કોઈપણ ભોગે દેશની તિજોરી માં જમા થયા બાદ તેનો ઉપયોગ બેરોજગાર શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં કરાસે એટલુંજ નહીં આ ઉપરાંત અગાઉ આપેલા વચન પ્રમાણે દરેક યુવાનોના ખાતા માં જમા કરવામાં આવસે જેથી કરીને તેઓ વહેલી તકે life માં settle થઇ જાય.
પ્રધાન સેવક ની આ અદભુત યોજના ની નોંધ લઇ ને આંન્તર રાષ્ટ્રીય મજદુર સંઘે એક ભવ્ય સમારંભમાં પ્રધાન સેવક જી નું સન્માન કરવાનું આયોજન કર્યું છે.
મિત્રો રોજગાર ને લગતી કેટલીક તસ્વીરો અહીં રજુ પ્રસ્તુત કરી છે તેના ઉપરથી અંદાજ લગાવી શકસો કે આ યોજના કેટલી ભવ્યછે.
પ્રધાન સેવક જી ને પુષ્પક વિમાન માં બેસીને આ દ્રશ્યો આકાશ માં થી સ્પષ્ટ ન દેખાતા હોવાથી ભવિષ્ય માં જમીન ઉપર આવી ને નિરીક્ષણ કરશે .!
મને તો એવું લાગે છે કે આપણા દેશ ના વડાપ્રધાન લઘુતાગ્રંથિ ઘરાવે છે. અને તેજસ્વી લોકો ને સહન કરી શકતા નથી. એટલે જ તેમને નાનાં-નાનાં માણસો નુ પઘાનમંડળ રચ્યું છે. તેજસ્વી લોકો ને સરકાર ની બહાર રાખે છે. પત્રકારો ને મળતાં નથી. સંસદમાં ઓછામાં ઓછો સમય હાજર રહે છે. અને ના છુટકે બોલે છે. તેઓ ત્યારે જ ખીલે છે. પશ્નોે કરનાર નજીક ના હોય. ઓડિયન્સ વિનાની મન કી બાત તમને બહું ભાવે છે.તેઓ ડાયલોગ નહીં મોનલોગ ના બાદશાહ છે.
✍🏻 કુણાલ પટેલ
જય હિન્દ🙏🏻🙏🏻