વડિયામાં કેમ સાધું વારંવાર કામલીલા કરતાં પકડાય છે. મૂળ પોરબંદરની અને હાલ જુનાગઢમાં રહેતી સ્વામિનારાયણ સંપ્રદાયની ભકત પરિણીતાને પોતાના પતિ સાથે કેટલાયે સમયથી અણબનાવ હતો. જેથી તેણે કંટાળીને વડીયા ખાતે આવેલ દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંસ્વામીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અગાઉ પણ વડીયાના આનંદસ્વરૂપ સ્વામી આ પ્રકારના વિવાદોમાં રહી ચૂકયા છે અને અમુક વ્યકિતના ખર્ચા-પાણી નીકળતાની માહિતી સુત્રોમાંથી પર્યાપ્ત થઈ રહી છે.
આનંદસ્વામીએ પણ પરિણીતાની વ્યથા ઘ્યાનપૂર્વક સાંભળીને તેને મદદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સ્વામીના મનમાં કંઈક પોતાના નામ પ્રમાણે બીજું જ ઘડાઈ રહૃાું હતું. સ્વામીએ પરિણીતાને સમાધાન કરાવી આપવાની લાલચ આપી. મોબાઈલ અને વોટસએમપમાં પણ સંપર્ક સાઘ્યો હતો. સ્વામીએ પરિણીતાની પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે 6 મહિના અગાઉ જુનાગઢમાં શિશુમંગલ રોડ પર બોલાવી હતી. જયાં પરિણીતાને કારમાં છરી બતાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને સ્વામીએ ધમકી આપી હતી કે જો તે કોઈને જાણ કરશે તો તેની છોકરીને ઉપાડી જશે. પહેલા તો પરિણીતા ઘટનાથી ડરી ગઈ હતી જેના કારણે તેણે પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યુ નહોતું. બાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયની ભકતપરિણીતાએ સી ડિવીઝન પોલીસમાં શાસ્ત્રી આનંદસ્વામી વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરિણીતાએ સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી આનંદસ્વામી સ્વરૂપદાસજી વિરૂઘ્ધ બળાત્કાર સહિતના આરોપો લગાવ્યા. હાલ પોલીસ પરિણીતાની ફરિયાદ લઈને તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરી રહી છે.
ગુજરાતી
English



