વડોદરા મોટું થશે

વડોદરા મહાનગરપાલિકાના ઠરાવને સ્વીકારીને રાજય સરકાર  આસપાસના વિસ્‍તારોને કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે. આઉટગ્રોથ વિસ્‍તારોને કોર્પોરેશન કે પંચાયત, કોઇના પણ દ્વારા જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી અને લોકોને વિપદા ભોગવવી પડે છે. તૈયાર થયેલા ૮૭૪ મકાનોનું લોકાપર્ણ અને નવા બનનારા
૭૦૮ મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
લાભાર્થીને રૂા. રર લાખ સુધીની ઘરની કિંમતની મર્યાદામાં ભારત સરકાર અને રાજય સરકાર ક્રેડીટ
લીંક સબસીડી એટલે કે વ્‍યાજ રાહત આપે છે. ગુજરાત આ વ્‍યાજ રાહત આપવામાં દેશમાં મોખરે છે અને રાજયના
એક લાખથી વધુ પરિવારોને તેનો લાભ આપવામાં આવ્‍યો છે. મકાન માટે ધિરાણ લેનારને બહુધા મકાનની કિંમત
જેટલું જ વ્યાજ ચુકવવું પડે છે.