વધું ઉત્પાદન આપતી જાકતોનું બિયારણ કેમ ઓછું પેદા કરાય છે ?

મગફળીનું બિયારણ બનાવવા માટે સરકારી સાહસ ગુજરાત બીજ નિગમ દ્વારા ખરીફ ઋતુમાં ફાઉન્ડેશન અને સર્ટીફાઈડ બીજના ઉત્પાદન માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 9900 હેક્ટરમાં 47,885 થી 50 હજાર ક્વિન્ટલ મગફળીનું બિયારણ તૈયાર કરાશે. જે ખેડૂતોને આપવામાં આવશે. પણ કૃષિ વિજ્ઞાનીઓએ હમણાં શોધેલી અને ખેડૂતોને ઉગાડવા માટે ભલામણ કરી હોય એવી સૌથી વધું તેલ ધરાવતી ગુજરાત મગફળી 43(GJ- 34)નું ઉત્પાદન નહીં કરે.

સૌથી વધું ઉત્પાદન આપતી જાત GG 20 છે. જે હેક્ટર દીઠ 19 ક્વિન્ટલનું ઉત્પાદન આપે છે. ચલણમાં ઓછી છે એ TPG 41 જાત હેક્ટરે 23 ક્વિન્ટલનું ઉત્પાદન આપે છે. TG 38 ક્વિન્ટલ 22, TG 37 A –  ક્વિન્ટલ 20 , TAG 24 – ક્વિન્ટલ 20 , TPG 41 ક્વિન્ટલ 23, GG 13 ક્વિન્ટલ 15, GG 11 ક્વિન્ટલ 14, GG 5 ક્વિન્ટલ 13 , GG 2 ક્વિન્ટલ 13, GG20 ક્વિન્ટલ 19  તથા GAUG 10 ક્વિન્ટલ 18નું ઉત્પાદન હેક્ટર દીઠ આપે છે.

ગુજરાત મગફળી 43(GJ- 34ના દાણામાં તેલનું પ્રમાણ 52.8 ટકા છે, જે બીજી મગફળીમાં 49.1 ટકા તેલ હોય છે. ઉનાળામાં પાકતી મગફળીનું ડોડવાનું સરેરાશ ઉત્પાદન હેક્ટર દીઠ 3715 કિલો ગ્રામ મળે છે. જે સ્થાનિક જાત જીજી 6, જીજેજી 31, ટીજી 26, ટીજી 37એ કરતાં 22.4, 21.69, 12.14, 5.62 ટકા વધારે ઉત્પાદન આપે છે. દાણાનું ઉત્પાદન 2525 કિલો એક હેક્ટરે મળે છે જ્યારે  હેક્ટરે ઉત્પાદન 1334 કિલોગ્રામ મળે છે. વળી, આ જાતમાં રોગ-જીવાત ઓછી આવે છે. થ્રિપ્સ અને તડતડીયાનો ઉપદ્રવ અંકુશ જાતો કરતાં ઓછો જોવા મળ્યો છે. ઉનાળામાં ટીક્કા અને ગેરૂનો રોગ જોવા મળતો નથી.

જાત – શાખા – એકર – ક્વિન્ટલ

GAUG -10 – PTVEI{ – 240 – 840

GG 11 – જૂનાગઢ – 150 – 675

GG 11 – રાજકોટ – 350 – 1575

GG 20 – જૂનાગઢ – 7000 – 35,000

GG 20 – રાજકોટ – 3600 – 18000

GG 20 – સુરેન્દ્રનગર – 800 – 4000

GG 20 – શિહોર – 800 – 4000

GG 20 – અમરેલી – 800 – 4000

GG 20 – પાલનપુર – 2000 – 10,000

GG 20 – કૂલ – 8000 – 40,000

GG 2 – ભુજ – 80 – 320

GG 5 – ભુજ – 95 – 380

GJG 9 – રાજકોટ – 150 – 750

GJG 17 – રાજકોટ – 200 – 880

GJG 22 – રાજકોટ – 245 – 1225

GJGHPS 1 – જૂનાગઢ – 190 – 760

TG 38 – સુરેન્દ્રનગર – 150 – 525

TAG 24 – રાજકોટ – 180 – 630

કૂલ મગફળી — 9900 – 47,885