લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી 100 દિવસો અતિ મહત્વનાં સાબિત થવાના છે. ભાજપ-કોંગ્રેસ ઘ્વારા ગઈકાલથી બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલમાં યોજાવાની સંભાવનાને લઈને ભાજપ-કોંગ્રેસ ઘ્વારા શસ્ત્રો સજાવવામાં આવી રહૃાા છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા, મતદારોનો વિશ્વાસ સંપાદન કરવો,સંગઠન વધુ મજબુત કરવા સહિતની કામગીરીનો વિધિવત પ્રારંભ થયો છે.
એક સંસદીય મત વિસ્તારમાં અંદાજિત 800 ગામડાઓનો સમાવેશ કરાયો છે. તો ર0 ઉપરાંતનાં શહેરોનાં રાજકારણમાં ગરમાવો આવી રહૃાો છે. જિલ્લામાં હજારો યુવાન બેરોજગારો બન્યા છે, વરસાદનાં અભાવે વેપારીઓ અને ખેડૂતો તેમજ શ્રમજીવીઓન નવરાધુપ બન્યા હોય સૌ કોઈ માટે આગામી 100 દિવસ ચર્ચા કરવાનો સમય આવી ચુકયો છે.