વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો કમોસમી વરસાદ આવશે તો તેમનો વાવેલો પાક નિષ્ફળ થશે અને તેઓ દેવાના ડુંગર તળે દબાઈ જશે. જેમાં ઘઉં, તમામ પ્રકારન ફળ, રાયડો, જીરૂં, મરચા અને મસાલા પાકો પર ખરાબ આસર થઈ શકે છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે સૌરાષ્ટ્ર અને આબુમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. આબુ નજીકના બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં વહેલી સરવારથી આકાશમાં વાદળો છવાઈ ગયા છે. બનાસકાંઠાના સુઈગામ, દિયોદર અને ભાભરમાં કમોસમી વરસાદ પડવાના શક્યતાઓ સેવાઈ રહી છે. તો લાખણી વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા છે. ચોમાસા જેવું વાતાવરણ જોવા મળતા પાટણના ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. અપર એર સર્ક્યુલેશન સિસ્ટમની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે.
ગુજરાતી
English




