વર્લ્ડ પેરા એથ્લેટીક્સમાં અપંગ અજિતે બે ગોલ્ડ મેળવ્યા

2014માં કાર અકસ્માતમાં બંને પગ ગુમાવનારા બનાસકાંઠાના પાલનપુર ગામના 27 વર્ષના અજિત પંચાલે ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં ચાઈના બેઈજિંગમાં 6 મે થી 13 મે 2019 સુધી સેવન્થ ચાઈના ઓપન વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ગેમ્સ ઓપન ચેમ્પિયનશિપમાં વર્લ્ડમાં ત્રીજો રેન્ક પ્રાપ્ત કરી ભારત માટે 2 ગોલ્ડ મેડલ જીતી લાવ્યો છે. અજીતનું રેન્કિંગ આગામી ઓલમ્પિક માટે મોકલી દેવાયું છે, જેથી આશા છે કે 2021ના ઓલમ્પિકમાં પસંદગી થશે.

17 દેશોના 1300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી 12 દિવ્યાંગ સ્પોર્ટ્સ પર્સન ચાઇના જઈને 5 ગોલ્ડ મેડલ મેળવીને લાવ્યા હતા. અજીત પંચાલે એકલે બે ગોલ્ડ મેડલ મેળવી બતાવ્યા છે. વ્હીલચેર પર બેસીને ગોળાફેક 7.78 મીટર અને ચક્ર ફેંક 12.50 મીટર દૂર ફેંકીને બંને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા હતા. વર્લ્ડમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

બેઇજિંગથી વતન જગાણામાં સવારે 10: 30 કલાકે પહુચેલા અજિતને ગામ લોકોએ ફુલહાર પહેરાવી મંદિર લઈ ગયા હતા. જેનું જગાણા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. સન્માન કરી તમામ બાળકોમાં આવો આત્મવિશ્વાસ આવે તેવી પ્રાર્થના કરી હતી.

બેઇજિંગમાં 7 દિવસ અજિત રહ્યો ત્યાં સુધી માત્ર ફળાહાર જ કર્યો હતો અનાજ ખાધુ ન હતું.

તે બનાસડેરીમાં અગાઉ ડ્રાઇવરની નોકરી કરતા હાત. હાલ બનાસ ડેરીમાં પ્લાન્ટમાં ફરજ બજાવતા અજીતના પિતા અમૃતભાઈ પંચાલે તેમનું બધું ધ્યાન આપ્યું હતું.