વસતીના 10 ટકા જ હીજડા મતદાર કેમ ?

લોકસભાની ચૂંટણીમાં આ વખતે 1054 હીજડા મતદાર તરીકે નોંધાયા છે. 2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં વ્યંડળની વસતી 11544 છે. પણ મતદાર તરીકે તો 10 ટકા પણ નોંધાયા નથી. 2012થી ચૂંટણી પંચે હીજડાને અગલ મતદાર નોંધણી કરવાનું શરૂં કર્યું હતું. પહેતા તે લોકોને પુરૂષ અથના મહિલામાંથી કોઇ એક વિકલ્પ તેમને પસંદ કરવાનો રહેતો હતો.

4.47 કરોડ મતદાતામાંથી પુરૂષોની સંખ્યા 2.33 કરોડ અને મહિલાઓની સંખ્યા 2.14 કરોડ છે. કુલ 1054 હીજડામાંથી 769 પ્રથમવાર મતદાન કરશે. અમદાવાદમાં હીજડાની સંખ્યા 139 સૌથી વધારે છે. આણંદમાં 122, વડોદરામાં 119 અને સૂરતમાં 111 છે.