વાંકાનેર પેલેસમાં થયેલ ચોરી વિષે માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ

પાંચાળ ભૂમિનો સૌરાષ્ટ્રી તાજ: વાંકાનેરનો એક્ચ્યુઅલી વતની છું નાનું મારું ગામ ખુબજ રૂપકડું છે,મચ્છુ કાંઠે વસાવેલ ગામને ફરતે કિલ્લો હતો હવે ગઢની રાંગ છે,ઝાલાવાડનું એક રજવાડું એટલે વાંકાનેર ઝાલા પરિવારનું આજે પણ અમો રાજા તરીકે માનસન્માન આપીયે યુવરાજ તરીકે કેશરીબાપાને સંબોધન કરીયે ખુબજ માયાળુ સ્વભાવના તેના દાદા રાજવી શ્રી અમરસિંહજી ઝાલાએ આજથી 100 એક વર્ષ પહેલા ગઢીયા ડુંગર ઉપર રણજીત વિલાસ પેલેસ ભવ્યતાંતિભવ્ય સૌરાષ્ટ્રી તાજ એટલે આ પેલેસ આછા ભૂખરા પથ્થરથી બનાવેલ આ પેલેસ ખુબજ મજબૂત છે,પણ ધરતીકંપમાં તેના કાંગરા ખરી ગયેલ એની વે આ પેલેસમાં એન્ટિક ચીજ વસ્તુઓનો ભવ્ય ભંડાર સંગ્રહ કરેલ છે,અમુક કારણોસર પેલેસ બંધ રહેવા લાગ્યો અને અત્યારે ત્યાં એક્ચ્યુઅલી રાજવી પરિવારના દિગ્વિજયસિંહ ઝાલા,યુવરાજ કેશરીદેવસિંહજી સહપરિવાર બાજુમાં આવેલ મકાનોમાં રહે છે પણ નિયમિત અવરજવર તો ના થાય થોડા મહિનાથી સિક્યુરિટી કડક કરતા રસ્તાની આગળજ ફાટક રાખેલ છે અને પેલેસનો ભવ્ય લોખંડનો દરવાજો પરમિશન વિના ખૂલતો જ નથી આટલી સિક્યુરિટી હોવા છતાં પેલેસમાં પ્રવેશીને કાચના દરવાજા તોડીને ચાંદીની ખુરશી જે રાજકોટ જિલ્લા નું પ્રતિક હતી,,!!!,ચાંદીનું મકાન,વિક્ટોરિયા ક્લોક,જેવી મહામૂલી 8 લાખની એન્ટિક ચીજની ચોરી થઈ છે તેની ફરિયાદ યુવરાજ કેશરીદેવસિંહે કરેલ છે, મને એક વાત નથી સમજાતી કે ખુરશી તો ભારેખમ છે એકલ દોકલથી તો ઉપડે નહીં તો કેમ આટલી મોટી ચોરી થઈ તેની પાછળનું રાજ ચાર દિવસ બાદ પણ બરકરાર આજે તો વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજીએ એવી જાહેરાત કરી છે કે આ ચોરી વિષે સચોટ માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે,અને તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે આપ કોઈની પાસે માહિતી હોય તો વાંકાનેરના પી,આઈ,બી,ટી,વાઢિયા,મોબાઈલ નં,9727702600 અને આર,ટી,વ્યાસ મોબાઈલ નં,9727777755 ઉપર માહિતી આપી શકો છો, વાંકાનેરના વતની તરીકે આ ચોરીનું કલંક એટલું છે કે અશક્ય વસ્તુને શક્ય બનાવેલ છે કેટલો વ્યવસ્થિત ગેમ પ્લાન હશે,કોઈ ભેજાબાજનું ભેજું કામ કરી ગયું સુરક્ષાથી ભરપૂર આ પેલેસ કેમ અસુરક્ષિત બની ગયો તેવા અણિયાળા પ્રશ્નનો વાંકાનેરની જનતાને થાય છે,,,!?,100% વાંકાનેરની પોલીસ પૂરતી તકેદારીથી આ ચોરીનો ભેદ ઉકલે અને ચોર લોકો એન્ટિક વસ્તુના મુદામાલ સાથે પકડાય તેવી ઈચ્છા છે,મિત્રો વાંકાનેરની અનમોલ રત્ન ચાંદીની ખુરશી એક દિવસ રાજકોટ જિલ્લાનું પ્રતિક હતી તેનું શું,,!?,ચાંદીના અનમોલ એન્ટિક વસ્તુઓ નહિ પકડાય તો ભૂતકાળ બની જશે,પોલીસ કડક કાર્યવાહી કરીને ચોરને મુદામાલ સાથે પકડે તેવું વાંકાનેરની જનતા ઈચ્છે છે,,,,,,મિત્રો સાથે વાંકાનેર પેલેસનો લેખ અગાઉ અમેરિકા ગુજરાત ટાઈમ્સમાં છપાયેલ તેના પરથી વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ વિષે જાણકારી મળે એટલા માટે,,,,,,,,આલેખન તસવીર: ભાટી એન [ફોટો જર્નાલિસ્ટ]