વાઈબ્રન્ટ સમીટ અને મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે કામ અપાયું

વાઈબ્રન્ટ સમીટ , મહત્વકાંક્ષી પ્રોજેકટ, અને મહેસુલી બાબતોના મુદ્દે તમામ કલેક્ટરોને કોંફરન્સમાં અપાયું હોમવર્ક
આજે મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ જિલ્લાકલેકટરો ની બેઠક મળી હતી.
જેમાં રાજ્ય ના વહીવટી પ્રશ્નો / મહેસુલ ને લગતી બાબતો અને અછત ગ્રસ્ત વિસ્તારો ની કામગીરી સંદર્ભે બેઠક માં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત
રાજ્યના જાહેર કરવામાં આવેલા અછત ગ્રસ્ત તાલુકાઓ માં ઘાસ, પાણી અને રોજગારી ની વ્યવસ્થા ની સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે
કે આગામી ડિસેમ્બર માસ થી અછતની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા જિલ્લાઓમાં
જિલ્લા તંત્ર ની સાથે તમામ તલાટી મંત્રી ઓ ને પણ અછત ની કામગીરી માં લાગીજવા સૂચના
આપવામાં આવી છે. તો બીજી તરફ મહેસુલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ પંકજકુમાર એ કલેકટર કૉન્ફરન્સ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની બેઠક દરમિયાન ઓનલાઈન એન.એ ની સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં ઓનલાઈન પ્રીમિયમ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે . જેની સમજ તમામ કલેક્ટરોને આપવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા પંકજ કુમારે જણાવ્યું હતું કે પ્રીમિયમ ઓનલાઇન પ્રક્રિયા માટે રાજ્યના ચાર જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. અને એક મહિના ની સફળતા બાદ આ પ્રોજેક્ટ નો તમામ રાજ્યોમાં અમલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું .
તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ને લઈને જમીન સંપાદન અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યા હતા અને કલેકટરોને આ મુદ્દાને લઈને કેટલાક સૂચનો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું .સાથે સાથે કુપોષણ (ન્યુટ્રીશિયન) , અછત ના પ્રશ્નો, પાણી અને ઘાંસચારાની ચર્ચા કરવામાં આવી હતી, એટલું જ નહી રાજય સરકાર દ્વારા જાહેર કરેલા અછતગ્રસ્ત વિસ્તારોમાં કલેકટર કક્ષા એ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ બાકી રહેતા તાલુકા ઓમા હાલની સ્થિતિ શું છે અને પહેલી ડિસેમ્બરથી કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે તેનો રિપોર્ટ કાર્ડ તમામ કલેક્ટરો પાસેથી મેળવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટર કોન્ફરન્સમાં વાઇબ્રન્ટ સમિટને મુદ્દે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે .જેમાં ગત વાઇબ્રન્ટ સમિટ દરમિયાન થયેલા એમઓયુ અને વર્તમાન સમય પ્રોજેક્ટ ની સ્થિતિનો રિપોર્ટ તમામ કલેક્ટરો પાસે માંગવામાં આવ્યો હતો આ ઉપરાંત રાજ્ય સરકારની પડતર ખરાબા જમીન અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે બુલેટ ટ્રેન જેવાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાં જમીન સંપાદન મુદ્દે હાઇકોર્ટમાં ખેડૂતોની અરજીઓ અને રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલ એવોર્ડ અને તેમાં જમીન સંપાદન માં નડી રહેલી મુશ્કેલીઓ ના મુદ્દે તમામ કલેકટરોને વિશેષ ફોકસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પડતર હુકમો તકેદારી આયોગના બાકી કેસો તેમજ સામાજીક ન્યાય અધિકારીતા વિભાગની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો અને સાધન સામગ્રી છેવાડાના માનવી સુધી પહોંચે તેવી વ્યવસ્થા જિલ્લા કલેક્ટરોએ ગોઠવવા આદેશ કરવામાં આવ્યા છે મનાઈ રહ્યું છે કે રાજ્યમાં કેટલીક જગ્યાએ ભળતા લાભાર્થીઓ દ્વારા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખોટી રીતે સહાય અને ટુલકીટો મેળવી લેવામાં આવે છે તેવી ફરિયાદના આધારે આજની બેઠકમાં તમામ કલેકટરોને આદેશ કરવામાં આવ્યા છે કે હવે પછી ભળતા લાભાર્થીઓને આ પ્રકારની કોઇ સાધન સહાય મળે નહીં અને આ પ્રકારના કૃત્યોને રોકવા માટે જિલ્લા કલેક્ટર કક્ષાએ સંલગ્ન વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપી થર્ડ પાર્ટી ચકાસણી કરાવવાની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલની અન ઉપસ્થિતિમાં મળેલી કલેક્ટર બેઠકમાં મહેસુલ વિભાગના મુખ્ય સચિવ પંકજકુમાર અને જમીન સુધારણા કમિશનર હારિત શુક્લા એ બેઠકનો દોર સંભાળ્યો હતો