વારંવાર જુઠ બોલો, પણ માઈક પર મોટેથી બોલશો તો જેલ

ધ્વનિ પ્રદૂષણ પેદા થાય અને જનતાની શાંતિમાં ખલેલ પહોંચે એટલા ઊંચા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનાર સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. જો કોઈ પણ ઉમેદવાર અવાજની માત્રાનો ભંગ કરશે તો ફોજદારી ધારાની કલમ 188 મુજબ ગુનો નોંધીને ધરપકડ કરાશે.

મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકી દેતા હવે અધિકારીની લેખિત પરવાનગી લીધા લગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. રાજકીય નેતાઓ જૂઠને સત્યમાં બદલવા વારંવાર જુઠ બોલે છે તેમને કોઈ સજા થતી નથી. પણ ઉંચા અવાજે વાત કરશે તો સજા થશે.

કેટલી માત્રામાં અવાજ હોવો જોઈએ, માત્રા ડેસીબલમાં છે

વિસ્તાર – દિવસે – રાત્રે

રહેણાંક – 55 – 45

ઔધોગિક – 75 – 70

શાંત વિસ્તાર – 50 – 40