રાજયનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભલે ભ્રષ્ટાચારમાં મહેસુલ અને ગૃહ વિભાગને એક નંબર પર આગળ ધરતાં હોય પણ સૌથી વધું ભ્રષ્ટાચાર તો માર્ગ-મકાન વિભાગમાં થાય છે. સરકારના માર્ગ અને મકાન વિભાગના કૂલ નાણાંના 30 ટકા નાણાં તો ભ્રષ્ટાચાર તણાય જાય છે.
વરસાદ, વાવાઝોડા સહિતનાં કુદરતી આફત સામે રક્ષણ આપવા અને આશરો આપવા માટે સાયકલોન સેન્ટર દરિયાકાંઠે શહેરોમાં બનાવવામાં આવી રહ્યાં છે. આ મકાનો બનાવવામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
ભ્રષ્ટાચારનો એક કિસ્સો સરકાર સમક્ષ થયેલી ફરિયાદમાં બહાર આવ્યો છે. જાફરાબાદનાં ચિત્રાસર ખાતે 7 કરોડનો ખર્ચ મકાન બની રહ્યું છે જેમાં નિયમ બાજુ પર મૂકીને ભ્રષ્ટ નેતાઓ મકાન બનવા દે છે.
કુદરતી આફતની તમામ વિગતો જે મકાનમાંથી મળવાની છે, તે મકાનનું જ બાંધકામ નબળું થઈ રહ્યું છે. અહીં કુદરતી આફત સામે લોકો આશ્રય લઈ શકે તે માટે મકાન બને છે પણ આ મકાનો એવા છે કે, જે ધરતીકંપ કે 120 કિ.મી.ના પવન સામે ટકી શકે તેમ નથી. ત્યારે અંદર આશ્રય લઈ રહેલાં લોકો જ આ બિલ્ડીંગમાં દટાઈ રહેશે.
મામલો અતિ સંવેદનશીલ હોવાથી રાજયનાં તકેદારી આયોગ કે મુખ્યમંત્રી કાર્યાલય ઘ્વારા સમગ્ર બાંધકામની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ગામજનોએ કરી છે. સિમેન્ટ કોંક્રીટના નમૂના લેવા માટે લોકો માંગણી કરીને માર્ગ અને મકાન વિભાગને પણ પત્ર લખ્યો છે. ગાંધીનગર મુખ્ય પ્રધાનને આ અંગે પત્ર દ્વારા જાણ કરી હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. તેથી રાજકીય લોકો એવો આરોપ મૂકી રહ્યાં છે કે, ભાજપના નેતાઓ આ બિલ્ડીંગના બાંધકામ સાથે જોડાયેલા હોવાથી ઠેકેદારને કંઈ થશે નહીં. જો પ્રામાણિક સરકાર હશે તો ઠેકેદારનું કામ અટકાવીને તેની સામે પગલાં લેશે જો ભ્રષ્ટ હશે તો કંઈ નહીં કરે એવું લોકો માની રહ્યાં છે.