ભારત સરકારના સડક પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલય નવી દિલ્હી દ્વારા આયોજીત મોટરકાર રેલી અમદાવાદ આવી પંહોચી હતી. ગાંધી આશ્રમથી રેલી આગળ વધી હતી. દેશમાં વાહનોની સંખ્યા વધવાની સાથે વાહનોને કારણે સર્જાતા ગંભીર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગાંધી આશ્રમ થી પ્રસ્થાન થયેલી રેલી દાંડી, પુના, વર્ધા, લખનઉ, મુજફ્ફરપુર, કલકત્તા, પટના અને ઢાકા થઈ બર્મા પહોંચી સંપન્ન થશે.
મોટરકાર રેલી દિલ્હી રાજધાટથી નિકળી હતી જે રાજસ્થાન થઈ મંગળવારે રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. રેલીમાં આઝાદી વખતે ગાંધીજી સાથે 24 દિવસ અમદાવાદ આશ્રમમાં રહેલા સાથીદાર અને ગાંધીજીના પત્રવ્યવહારની જવાબદારી સંભાળનાર કલ્યાણમ પણ સામેલ થયા છે.
માર્ગ અકસ્માતમાં 50 ટકા જેટલા મૃત્યુ મોટર વાહન ચાલકો અને અન્ય્ વાહન ચાલકો સિવાય રસ્તાઓનો ઉપયોગ કરનારા રાહદારીઓ અને અન્ય વપરાશકર્તાઓના થાય છે. 2020 સુધીમાં માર્ગ અકસ્માત દ્વારા થતા મૃત્યુઆંકમાં 50 ટકા સુધીનો ઘટાડો લાવવા પગલાંઓ લીધા છે.
વાહન વ્યવહાર કમિશનરશ્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા. ૪-૨-૨૦૧૯ થી તા. ૧૦-૨- ૨૦૧૯ સુધી માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ગૃહ, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, બિનસરકારી સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ- પદાધિકારીઓએ રાજ્યમાં માર્ગ સલામતીને વધુ સુદ્દઢ અને પરિણામલક્ષી બનાવવા માટે પ્રેરક સૂચનો-ચર્ચાવિચારણા કરી હતી અને આગામી ૨૦૨૦ના વર્ષ સુધીમાં માર્ગ અકસ્મતાનો દર ૫૦ ટકા સુધી ઘટાડવાની નેમ વ્યક્ત કરી હતી.