ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને લોકોને ડ્રાઈવિંગ શીખવાડતી કેટલીક સંસ્થાઓના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. RTO દ્વારા અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી ડ્રાઈવિંગ સ્કૂલો પર જઈને તપાસ શરૂ કરી હતી. RTOની તપાસમાં કેટલીક ડ્રાઈવિંગ સ્કૂલોમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે અમદાવાદની 8 ડ્રાઈવિંગ સ્કૂલના લાઈસન્સ RTO દ્વારા કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે. તપાસમાં RTOના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, જે વ્યક્તિઓ દ્વારા મોટર ડ્રાઈવિંગ શીખવાડવામાં આવે છે, તેમાંથી મોટા ભાગના બિનઅનુભવી હતા.
અમદાવાદની સારથી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, ખૂશી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, રૂચી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, જેસ્વાલ મોટર ડ્રાઈવિંગ સ્કૂલના સહીત અન્ય ચાર ડ્રાઈવિંગ સ્કૂલના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.
RTO અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મોટર ડ્રાઈવિંગ સ્કૂલ અમદાવાદ શહેરમાં લગભગ 299 જેટલી છે. આ તમામ મોટર વ્હીકલ એક્ટની કલમ 24થી 27ના નિયમોને હેઠળ ચાલે છે કે, નહીં તેની ચકાસણી કરવામાં આવે છે અને આ નિયમો મુજબ ડ્રાઈવિંગ સ્કૂલ જો નિયમોથી વિરુદ્ધ ચાલતી હોય તો તેને ચોક્કસ પણે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, કુલ આઠ ડ્રાઈવિંગ સ્કૂલ રદ કરવામાં આવી છે.