વિંઝોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ બનાવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ રહ્યો છે

આઠ હજાર કરોડનુ બજેટ અને મેગાસિટી, સ્માર્ટસિટીની ગુલબાંગો હાંકનારા અમદાવાદ શહેરના શાસકો માટે તમાચા સમાન બાબત એ છે કે,વિંઝોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ બનાવવામાં આવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ રહ્યો છે.આસપાસના રહીશોના આરોગ્ય ઉપર જાખમ છે છતાં નફફટ બની ગયેલા તંત્રના બાબુઓને આ બાબતની કોઈ ગંભીરતા નથી.અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૯ની સ્થતિમાં પણ ૨૨,૦૦૦ જેટલા ખાળકુવા હયાત છે.

સીધો અર્થ એ છે કે આ સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન  ગટર લાઈન પહોંચાડી શકયુ નથી. પૂર્વઝોનમાં વિંઝોલ રેલવે શેડ સામે આવેલી ગુલઝારીલાલ નંદા હાઉસીંગ સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે બનાવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ રહ્યો છે.સ્થાનિક ભાજપમાં ગયેલા કોર્પોરેટર અતુલકુમાર રાવજીભાઈ પટેલે એક વાતચીતમાં કહ્યુ,તંત્રને અનેક રજુઆત કરી હોવા છતાં ખાળકુવા સાફ કરાતા નથી અને ગટરલાઈન પણ નાંખવામાં આવતી નથી.જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.

  • મેગાસિટી,સ્માર્ટસિટીમાં ૨૨,૦૦૦થી પણ વધુ ખાળકુવા
  • રામોલ વોર્ડમાં જ ૯૦૦ ખાળકુવા આવેલા છે

ટેન્ડરોમાં રસ ધરાવતા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને ખાળકુવા દુર કરવામાં રસ નથી

શહેરમાં વર્ષ-૨૦૦૫ના વર્ષથી ભાજપ સત્તામાં છે.ઉપરાંત વિપક્ષનેતા દિનેશ એસ.શર્મા પણ મ્યુનિસિપલ બોર્ડમાં ટેન્ડરોને લઈને લાંબી ચર્ચા કરતા નજરે પડે છે.ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને એલ-વન અને એલ-ટુ પૈકી કોને કયુ ટેન્ડર કેટલામાં અપાયુ,કોના દબાણથી અપાયુ એમાં રસ છે.પણ છેલ્લા વીસ વર્ષથી સત્તામાં હોવાછતાં ભાજપ ૨૨,૦૦૦ ખાળકુવાને બદલે ગટરલાઈન નાંખી શકાવ્યુ નથી.તો વિપક્ષ પણ માત્ર મોટા ટેન્ડરોમાં જ રસ લઈ પ્રસિÂધ્ધ મેળવે છે.


અહીં બોલી પછી કોન્ટ્રાકટરોને ફોન કરો છો-અમિત શાહ..


મ્યુનિસિપલ ભાજપના નેતા અને પૂર્વ મેયર અમિત શાહે ગત બોર્ડમાં એવો ગંભીર આક્ષેપ વિપક્ષ નેતા દીનેશ શર્મા ઉપર કર્યો હતો કે,રહેવા દો,અહીં તમે ટેન્ડરો વિશે બોલીને પછી રાતે ફોન કરો છો કોન્ટ્રાકટરોને કે,કાલે છાપા જાઈ લેજા.આ આક્ષેપ છતાં વિપક્ષનેતા તેનો કોઈ જવાબ આપી શકયા ન હતા.