વિકાસ છતાં સરકારનાં રોજગારીનાં દાવાની ખૂલી પોલ

ગુજરાતમાં બે દાયકાથી સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ રોજગારી સમૃદ્ધિ અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. પરંતુ સત્ય હકીકત કંઈક અલગ જ છે કારણ કે દિનપ્રતિદિન ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દુષ્કર્મના કેસો સત્તાધારીઓની બફાટને ઉઘાડી કરી દે છે. વાત કરીએ બેરોજગારીની તો સરકારી નોકરીઓમાં મર્યાદિત સીટોની ભરતી હોવા છતાં હજારોની સંખ્યામાં યુવાનો ફોર્મ ભરતા હોય છે. અમદાવાદમાં પણ ટ્રાફિક બ્રિગેડની ભરતીના ફોર્મનું વિતરણ થતાં વહેલી સવારથી બેરોજગાર યુવાનોની લાંબી કતાર લાગી છે.
અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીના ફોર્મ બહાર પડ્યા છે. જેને મેળવવા માટે આજે પહેલા દિવસે હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વહેલી સવારથી સારા ભવિષ્યની મહેચ્છા રાખતા યુવાનો ભરતી પ્રક્રિયામાં 1500 પદની જગ્યા ખાલી છે જે મેળવવા હજારો યુવાનો લાગ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય જેમાં બે દાયકાથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર બિરાજમાન છે. જેમાં દરેક ચૂંટણીના સંબોધનમાં બીજેપીનાં પ્રવક્તાઓ વિકાસનાં સૂર આલાપતા હોય છે, પરંતુ શું ખરેખર વિકાસ થયો છે ખરો, વિકાસની પરિભાષા એટલે શું, વિકાસ એટલે જ્યાં માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ નહિ, પરંતુ જ્યાં રહેતા લોકોમાં સામાજિક, આર્થિક સુરક્ષા પ્રદાન થતી હોય. જ્યાં મહિલાઓને સમાન હક્ક અને અધિકાર મળતા હોય, તો તે સાથે યુવાનોમાં શિક્ષણ અને આવડતના જોરે ક્ષમતા આધારિત રોજગારી મળતી હોય. શું ખરેખર ગુજરાતમાં આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરું. વિકાસ તો થયો છે પરંતુ માત્ર બીજેપી અને સરકારનાં ચોપડા પર. વિકાસ તો થયો છે પરંતુ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ. કારણ કે હાલ પણ મહિલાઓની આબરૂ લુંટાવાનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, તો યુવાનોમાં બેકારીનું પ્રમાણે પણ તેટલા જ ગ્રાફે નીચે ઉતરી રહ્યું છે કારણ કે જ્યારે પણ સરકારી નોકરીઓમાં ભરતીની વાત કરવામાં આવે તો ધોરણ 10 પાસની પોસ્ટ માટે ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી પણ ફોર્મ ભરતો હોય છે. તો તેમાં પણ મર્યાદિત સીટો માટેની કરવામાં આવેલી ભરતીમાં હજારો લાખોની સંખ્યામાં યુવાનો તૈયારીએ લાગી જાય છે.
નજીકનાં ભવિષ્યની વાત કરીએ તો હમણાં જ પોલીસ લોકરક્ષક દળની બીજી ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા રદ્દ થઈ. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે 9000ની ભરતી માટે નવ લાખ યુવાનોએ ભરતી પ્રક્રિયામાં ઝંપલાવ્યું હતું. પરંતુ પૈસાના જોરે મહેનતને નેવે મૂકીને પાસ થવાની ઘેલછા રાખતા નબીરાંઓએ ભ્રષ્ટાચારની હદ પાર કરી નાંખી. એવું નથી કે સરકારી નોકરીઓમાં આ પ્રમાણેનો ભ્રષ્ટાચાર પહેલીવાર થયો પરંતુ બહાર આવતું આ કૌભાડ એ તંત્રની ઢીલાશ અને પારદર્શિતા પ્રદર્શિત કરી દીધી.
આજે અમદાવાદમાં ટ્રાફિક ભરતીના ફોર્મ બહાર પડ્યા છે જેને મેળવવા માટે આજે પહેલા દિવસે હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓ લાઈને લાગી ગયા છે. વહેલી સવારથી સારા ભવિષ્યની મહેચ્છા રાખતા યુવાનો ભરતી પ્રક્રિયામાં 1500 પદની જગ્યા ખાલી છે જે મેળવવા હજારો યુવાનો લાગ્યા છે જે ગુજરાત રાજ્યમાં રોજગારીની સાચી છબિ પ્રદર્શિત કરે છે. તેમ છતાં વિકાસ તો ગુજરાતમાં જ થયો છે, તેવું કહેવાવાળા રાજકારણીઓ માટે આ કોઈ છોછની વાત નહિ કહેવાય.