કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક મહિના પહેલા તોફાન ઊભું કરી દીધું હતું હવે તેઓ એકાએક શાંત થઈ ગયા છે. 2017 ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણી સભા ખંભાળિયામાં રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીના એકદમ નજીકના વિક્રમ માડમ ખંભાળીયાના MLA છે, કે જે સાંસદ પૂનમ માડમના કાકા છે. પુનમ માડમની સામે વિક્રમ માડમ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. વિક્રમ માડમ સંસદની ચૂંટણીમાં પણ કંઈ ઉકાળી શક્યા ન હતા. તેમના એક રાજકીય વિવાદની હવે એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે. કોંગ્રેસના એક કાર્યકર સાથે તેઓ વાત કરી રહ્યા છે, જે ઓડીયોમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે તેઓ નારાજ હોય એ પ્રકારનો ટોન દેખાય છે. એમાં એવું સ્પષ્ટ કહે છે કે, હું પ્રદેશ પ્રમુખ ને પ્રશ્ન પૂછીશ તો તેઓ મને જવાબ નહીં આપી શકે તેથી મને તેઓ કાઢી પણ મૂકી શકે છે. આમ તેમની વાત પરથી એવું સ્પષ્ટ સમજાય છે કે, પૂનમ માડમની જેમ હવે વિક્રમ માડમને પણ ભારતીય જનતા પક્ષ કોંગ્રેસમાંથી પક્ષાન્તર કરાવવા માંગે છે. હવે ફરી એખ વખત કોંગ્રેસના કલ્ચરથી ભાજપને રંગીન બનાવવા માગતા હોય તેવા અણસારો બતાવી રહ્યા છે. ખંભાળિયાના ધારાસભ્ય પણ હવે કુંવરજી બાવળિયાના રસ્તે હોય એવું દેખાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા થી નારાજ છે. જે ઓડિયો વાયરલ થયો છે એમાં એ સ્પષ્ટ પણ એવું કહે છે કે હું ભાજપમાં જવાનો નથી. પરંતુ આવું જ કુવરજી બાવળીયા એ પાંચ દિવસ પહેલા કહ્યું હતું અને તેઓ પાંચ દિવસ પછી ભાજપમાં સ્થળાંતર કરી ગયા હતા. એ સૂચક માનવામાં આવ્યા છે. કોંગ્રેસમાં માન-સન્માન નહીં જળવાય તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઈશ એવું પણ તેઓ ઓડિયોમાં કહે છે. પરંતુ આ માટે હું મારા મત વિસ્તારમાં એક ધારાસભ્ય તરીકે કામ કરીશ. જોકે વિક્રમ માડમ આજે કંઈ કરી રહ્યા છે તે લોકસભાની ટિકિટ મેળવવા માટે કોંગ્રેસનું નાક દબાવવા કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ કોંગ્રેસના વધુ ધારાસભ્યો નારાજ દેખાઈ રહ્યા છે. અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ તેમણે આવી જ વાત કરી હતી. તેઓ કોંગ્રેસ છોડી શકે છે, પણ ભાજપમાં નહીં જોડાવા સ્પષ્ટ ઉચ્ચાર એમણે કર્યા હતા. લોકસભાની સમીક્ષા બેઠકો કોંગ્રેસ દ્વારા ચાલી રહી છે, એમાં તેઓ હાજરી આપવા આવ્યા હતા. ત્યારે તેઓ રાજકીય ખેલ પાર પાડી રહ્યા હતા. આજે કંઈ થયું છે તે પોતાનું ધાર્યું પાર પાડવા માટે થઈ રહ્યું છે. રાજકીય બ્લેકમેલ પણ કરી રહ્યા છે. વિક્રમ માડમ જામનગરમાં વર્ચસ્વ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી જામનગરમાં સૌથી નબળી પુરવાર થઇ છે. ભાજપના પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી જામનગર જિલ્લામાંથી વર્ષો સુધી રહ્યા હોવા છતાં જામનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પગદંડો જમાવી શકી નથી. ભૂતપૂર્વ કૃષિમંત્રી ચીમન સાપરિયા ગઈ વિધાનસભામાં અત્યંત શરમજનક રીતે જામજોધપુરની બેઠક પરથી હારી ગયા હતા. જામનગરમાં ભાજપ બેઠકો વારંવાર ગુમાવે છે. તેથી માડમ પણ કોંગ્રેસનું નાક દબાવવા માંગતા હતા. પણ તેમાં કંઈ થઈ શક્યું નહીં. કોંગ્રેસના નેતાઓ તરફથી પણ તેમને સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો હતો. આમ તેઓ હવે શાંત થઈ ગયા છે.