વિજય રૂપાણી બર્માથી ભારત આવેલા, જૈન અને હિજરતી હોવા છતાં મુખ્ય પ્રધાન બન્યા

‘વિશ્વના 150 દેશોમાં મુસ્લિમો રહી શકે છે, પરંતુ હિન્દુઓ ભારત છોડશે ક્યાં?’

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2019

2 ઓગસ્ટ 1956૬ના રોજ બર્મા દેશના રંગૂન શહેરમાં જન્મેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રમણિક રૂપાણી (લઘુમતી જૈન) પોતે 1960માં બર્મા છોડી ભારતના રાજકોટમાં શરણાર્થી બન્યા હતા. તેઓ જૈન ધર્મના લઘુમતી મુખ્ય પ્રધાન છે.

મોદી સાથે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (RSS) સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનાત પક્ષનાં સ્થાપનાનાં સમય 1971થી રાજકારણમાં છે.

1976માં રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં 11 મહિના કેદી હતા. 1978થી 1981માં રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક હતાં.

જેઓ જૈન લઘુમતી કોમના હોવા ઉપરાંત બર્માથી હિજરત કરીને ગુજરાતમા આવેલાં હોવા છતાં કહે છે કે, ‘વિશ્વના 150 દેશોમાં મુસ્લિમો રહી શકે છે, પરંતુ હિન્દુઓ ભારત છોડશે ક્યાં?’ તેઓ જૈન છે અને ઉદાહરણ હિન્દુઓનું આપે છે.

વિજય રમણિક રૂપાણી(જૈન) 24 ડિસેમ્બર 2019માં  અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ભાજપ પ્રેરિત સભા સંબોધતાં કહ્યું હતું. ગુજરાતના 62 શહેરોમાં ભાજપ, સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રેલી કરી રહ્યાં છે.  અમદાવાદમાં રેલીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. ગાંધી આશ્રમ શાંત વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે જ્યાં અવાજ કરી શકતા નથી. તેમ છતાં હાઈ વોલ્ટ સાથેના સ્પીકરો રાખીને કાયદાનો ભંગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો.

રોડ પર ઊભેલા લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘ભારતમાં મુસ્લિમો ખુશ છે અને તેમની વસ્તી 9 ટકાથી વધીને 14 ટકા થઈ ગઈ છે. કારણ કે ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ છે અને તેઓ ભારતમાં સારું જીવન જીવે છે. તેમણે કહ્યું કે ભારતમાં એક પણ મુસ્લિમ નાગરિકતા નહીં ગુમાવે’.

વિજય રૂપાણીએ કહ્યું કે ‘પાકિસ્તાનમાં હિન્દુઓને ત્રાસ આપવામાં આવે છે, તેમની સંપત્તિને નુકસાન થાય છે અને બળાત્કાર કરવામાં આવે છે. તેમને સુવિધાઓનો લાભ મળતો નથી. તે લોકો ભારત આવે છે પણ તે ભારતીય નાગરિક નથી. પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 22 થી ઘટીને 3 ટકા થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી માત્ર 2 ટકા છે, જ્યારે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખની સંખ્યા બે લાખથી ઘટીને 500 થઈ ગઈ છે.

બર્મા કેમ નહીં ?

તેમણે કહ્યું કે, દેશના ભાગલા વખતે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આ ત્રણેય દેશો (પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ)ના હિન્દુઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે ભારત પાછા આવી શકે.

તેઓ ભારતના પડોશી દેશ બર્માથી ભારતમાં આવ્યા હોવા છતાં તેમણે બર્માનો ઉલ્લેખ કર્યો નથી. આ વાત ઘણી સૂચક છે.

રૂપાણીએ કહ્યું કે, અલગઅલગ દેશના 10 હજાર શરણાર્થીઓ ગુજરાતમાં રહે છે, મોટા ભાગે તેઓ કચ્છમાં રહે છે, મોટા ભાગે દલિત છે.