વિજલપોરમાં ભાજપનો બળવો, પોતાના પ્રમુખને દૂર કરવા દરખાસ્ત

નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદો ઊભા થયા છે. જેમાં 18 સભ્યો ભાજપના નેતાઓની નીતિથી નારાજ છે. તેથી તેઓ પક્ષના શાસન સામે વારંવાર રજૂઆતો મોવડી મંડળ સમક્ષ કરી ચૂક્યા છે. છતાં ભાજપના નેતાઓ સાંભળવા તૈયાર ન થતાં 13 સભ્યોએ પોતાના પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર અને વિજલપોર નગર પાલિકાના મુખ્ય અધિકારીને પોતાની જ પોતાના જ પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને પોતાના ભાજપના પ્રમુખને હાંકી કાઢવા માટે કહ્યું છે. આ બબાતની ગંભીર નોંધ ગાંધીનગર ભાજપમાં લેવામાં આવી છે. વિજલપોર નગરપાલિકાની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે કૂલ 36 સભ્યોમાંથી 33 સભ્યો ભાજપમાં જંગી બહુમતિથી ચૂંટાઈ આવ્યા હતા. તેથી અકહથ્થું શાસન કરવા લાગ્યા હતા. પાલિકાના પ્રમુખ તરીકે જગદીશ મોદી નિયુક્ત કરાયા હતા. મોદીએ પોતાના જ પક્ષના સભ્યો ઉપર ઝુલમ શરૂ કર્યો હતો. મોદીની સાથે બીજો 14 સભ્યોએ મળીને એક હથ્થું શાસન ચલાવી રહ્યાં હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. એમની ફરિયાદો સાંભળવા માં આવતી ન હતી. તેને ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ સભ્યો સતત નારાજ છે. તેથી પોતાના જ પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

સમગ્ર પ્રકરણને શાંત પાડવા માટે ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ પટેલ અને મહામંત્રી દ્વારા પક્ષમાં બેઠકો બોલાવવામાં આવી હતી પરંતુ તેઓ આ સમગ્ર પ્રશ્નોને ઉકેલવા માટે નિષ્ફળ રહ્યા હતા. આ પ્રશ્ન ક્યારે સૌથી ઉગ્ર બન્યું હતું કે જ્યારે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સત્તાધારી  જૂથ દ્વારા નારાજ જૂથને કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો. સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગનું ટેન્કર પણ આપવામાં આવ્યું નહોતું. તેના કારણે નારાજગી વધી ગઈ હતી. હવે એ પરાકાષ્ઠા ઉપર છે. 18 નારાજ સભ્યોમાંથી 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેક્ટર અને પાલિકાના અધિકારી સમક્ષ રાખી છે જેથી ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઇ છે.