નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભાજપના પ્રમુખ સામે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ભારે વિરોધ કરી રહ્યા છે. ભાજપના સભ્યોએ પોતાના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ભાજપની નેતાગીરી સામે જંગ શરૂ કર્યો છે. અવિશ્વાસની દરખાસ્ત અંગે ચર્ચા કરવા અને મતદાન કરવા માટે 25મી સપ્ટેમ્બર 2018ના રોજ સામાન્યસભા બોલાવવામાં આવી છે. જેમાં અધ્યક્ષની સામે દરખાસ્ત થશે અને મતદાન હાથ ધરાશે. જો પક્ષમાં અને વિરોધ જે બહુમત પડશે તો ભાજપના પ્રમુખે રાજીનામું આપી દેવું પડશે. 11 સપ્ટેમ્બર 2018ના રોજ વિજલપોરના પ્રમુખ જગદીશ મોદી વિરુદ્ધ પાલિકાની કામગીરીથી નારાજ થયેલા ભાજપના સભ્યોએ દરખાસ મૂકી દીધી હતી. ભાપના નેતાઓને લલકાર ફેક્યો હતો. અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવા માટે આજે 4 કલાકે બેઠક મળવાની છે. વિરોધ કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો કહે છે કે તેમની પાસે બહુમતી છે. જ્યારે પ્રમુખ કહે છે કે તેમની પાસે બહુમતી છે. હવે બંને વચ્ચે તમનો મુકાબલો થશે. કોણ જીતશે તે નક્કી કરવામાં રાત થઈ જશે. અવિશ્વાસની દરખાસ્ત હોય તો 24 સભ્યો હોવા જરૂરી છે તેથી દરખાસ્ત મૂકનારા સભ્યો પાસે 24 સભ્યો થઈ શકે એવી પરિસ્થિતિ બહુ ઓછી છે. પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ પર સભ્યોને પોતાની ઈચ્છા થાય તે પ્રમાણે બોલવાની છૂટ હોય છે. તેથી સભામાં ભારતીય જનતા પાર્ટીના કૌભાંડ જાહેર થશે આક્ષેપો પણ થશે.