રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં રણમાં રહેતાં તીડના આક્રમણ બાદ હવે વાવના રણકાંઠામાં રણ તીડનું આક્રમણ થતાં ખેડૂતોના પાક ખાઈ ગયા છે. ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણના કચ્છના રણ કાંઠા પરના 200 ગામોમાં પાક સાફ કરી ગયા છે. હવે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર જેવા રણ કાંઠાના જિલ્લાઓના ગામોમાં તીડ હુમલા કરી શકે છે.
તીડના હુમલાથી ઘઉં, એરંડા, બટાટા સાફ થઈ ગયા છે. ખેડૂતો વાસણ ખખડાવી, ધુમાડો, DJ વગાડી, ઢોલ-નગારાં વગાડી પીપૂડાં વગાડી કે ટેપ વગાડીતીડને ભગાડે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ કરવા માટે ડ્રોનથી દવા છંટકાવનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે. પણ ડ્રોન તો 500 મીટરના એક ખેતર પૂરતું જ કામ કરે છે.
ખેડૂતોએ ભાજપની વિજય રૂપાણીની સરકારની નિષ્ક્રીયતા અંગે ભારે આકરી ટીકા કરી રહ્યાં છે. એક મહિના પહેલા અને હવે 22 દિવસથી રણ તીડનું આક્રમણ છે. ત્યારે ભાજપ સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ માત્ર એક વખત આવીને ગયા. તેઓ રણ તીડ સામે રણ છોડી ગયા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નાગરિક સભાઓ કરવા રાજકારણ રમવા હેલિકોપ્ટર વારરે છે. પોતાના માટે રૂ.200 કરોડનું પ્લેન ખરીદી લાવ્યા છે. પણ ખેડૂતોનો મોલ બચાવવા માટે હેલિકોપ્ટર આપ્યું નથી. જો હેલીકોપ્ટર દ્વારા તીડ પર રણમાં છંટકાવ 20 દિવસ પહેલાં કર્યો હોત તો તીડ નાશ પામ્યા હોત અને બીજી વખત હુમલો કર્યો છે તે ન થયો હોત.
બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, દિયોદર, ડીસા, વાવ અને પાલનપુરમાં તીડનો આતંક વધ્યો છે. ના રણમાં જે તીડ જોવા મળ્યા તેમાં દોઢથી બે ઇંચ મોટા પીળા રંગના તીડ છે. જે દિવસે ઓછા પરંતુ રાત્રે ઠંડીમાં વધુ જોવા મળે છે. આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા છે.
22 દિવસથી બનાસકાંઠા કલેકટર તીડને અંકુશ કરી શક્યા નથી. માત્ર વાતો કરી છે. કોઈ ઉપાય પણ શોધી શક્યા નથી. બનાસકાંઠાના 9 તાલુકાના 77 ગામો તીડના આતંકથી પ્રભાવિત છે. કચ્છ અને બીજા વિસ્તારો સાથે 200 ગામોમાં સોથ વાળી દીધો છે.
કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાની 18 ટીમો છે. હવે ભાજપના નેતાઓ થાળી અને વેલણ કે ચમચી લઈને ખેતરોમાં ફરીને ફોટા પડાવી રહ્યાં છે. વિડિયો શૂટ કરાવી રહ્યાં છે. જે રીતે અનામત આંદોલન વખતે થાળી વેલાણથી ભાજપના નેતાઓ ભાગતા હતા તે રીતે હવે તીડ ભાગે છે.
1993માં તીડ આવ્યા ત્યારે હેલીકોપ્ટર મંગાવીને તીડ પર દવા છાંડીનો ઉપદ્રવ દૂર કર્યો હતો. ખેડૂતોનો પાક ચીમનભાઈની જનતાદળની સરકારે બચાવ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં ચાર જિલ્લાના 6 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં રાજસ્થાન કે પાકિસ્તાનથી આવેલા તીડે સાફ કરી નાંખ્યો છે.
કેરોસીનના કાકડા, લેમથ્રોઅર વડે સળગાવે છે. ઈંડા પર હેક્ટરે 25 કિ.ગ્રા. મેલાથીઓન 5%, ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીના બે ફુટ પહોળા પટ્ટા કરે છે.
ઝેરી ડાંગરની કૂશકી (100 કિ. ગ્રા.)ની સાથે ફેનીટ્રોથીઓન (0.5 કિ.ગ્રા.) + ગોળની રસી (5 કિ. ગ્રા.) બનાવી જમીન પર મૂકે છે.
મેલાથીઓન 5% ક્વિનાલ્ફોસ 1.5% ભૂકી છાંટે છે. ફેનીટ્રોથીઓન 50% ઈ.સી. અથવા મેલાથીઓન 50% ઈ.સી. અથવા ક્લોરપાયારીફોસ 20% ઈ.સી. દવા 1 લીટર પ્રમાણે 800થી1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છાંટે છે. કાવ કરવો.
લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) અથવા લીંબડાનું તેલ 40 મિ.લિ + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીંબડા આધારીત તૈયાર કીટકનાશક 20 મિ.લિ. (1 ઈ.સી.) થી 40 મિ.લિ. (0.15 ઈ.સી.) 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણને છાંટે છે.
માદા રણ પ્રદેશની જમીનમાં 5થી12 સેન્ટીમીટર નીચે 2થી4 વખત 60થી200 ઈંડા મૂકે છે. ઈંડામાંથી 10-12 દિવસમાં બચ્ચા બહાર આવે છે, તેવું જ ગુજરાતમાં થયું છે. ઈંડામાંથી નિકળેલ તીડના બચ્ચાં -7 વખત કાંચળી ઉતારી પુખ્ત બની 85 દિવસ જીવે છે.
એક તીડ તેના વજન જેટલો જ રોજનો ખોરાક લે છે, જે ખેતીમા ઊભો પાક પસંદ કરે છે. એક ટોળામાં 8 થી 10 કરોડ તીડ હોય છે. જેથી જ્યાં પણ આવું ટોળુ ઉતરે ત્યાં એક જ દિવસમાં ખેતરનો 200 ટન પાક ખોરાક તરીકે ઓહીંયા કરી લે છે.