વિધાનસભાના અધ્યક્ષે ભગવાનને સસ્પેન્ડ કર્યા અને કોર્ટે સજામાં સ્ટે આપ્યો

વેરાવળ સેશન્સ કોર્ટે કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્ય ભગવાન બારડને મોટી રાહત આપી છે. વેરાવળ સેશન્સ કોર્ટે ભગવાન બારડની સજા પર સ્ટે આપ્યો છે. એટલે કે ભગવાન બારડ હાલમાં ધારાસભ્ય પદે છે. કોર્ટના ચુકાદા કોપી પણ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા. હવે મામલો પેચીદો બની ગયો છે. વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ બગવાનને ધારાસભ્ય પદેથી જ હાંકી કાઢ્યા છે. હવે અધ્ય સામે પડકારો ઊભા થશે.

માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, જેને ધ્યાનમાં રાખીને રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ કોર્ટે ભગવાન બારડને મોટી રાહત આપી છે.

જ્યારે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, બે વર્ષથી વધુ સજાના કેસમાં ધારાસભ્ય પદ રદ્દ થાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને સજા થઇ હતી. 1995માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠરતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.