ભાજપની બે દિવસ પહેલા મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, બે લોકસભા બેઠક દીઠ PMની સભા કરાવવામાં આવે અથવા તો ત્રણ બેઠક દીઠ PMની સભા કરવામાં આવે. ત્યારે નિર્ણય લેવાયો હતો કે, ત્રણ લોકસભા બેઠક દીઠ એક રોડ-શો અને મહાસભા કરવામાં આવે તો વધારે ફાયદો મળી શકે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 6 સભા કરે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. આમ મોદી 12થી 15 જાહેર સભા મોદી કરે તેવી શક્યતા છે. જોકે 2017ની ચૂંટણીમાં બે બેઠક વચ્ચે એક પ્રમાણે 50થી વધું સભા કરી હતી. જેમાં અડધીમાં જીત થઈ અને અડધી ભાજપ હારી ગયો હતો.
ચૂંટણી પ્રચારને લઇને ભાજપની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે પરપ્રાંતીય મતદારોના મત હાંસલ કરવા માટે ભાજપના 40 કરતા વધારે રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવવામાં આવી શકે છે.
ભાજપ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારની રણનીતિ તૈયાર કરી દીધી છે. કોંગ્રેસની રણનીતિ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ફરીથી ગુજરાતમાં આવશે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 10 જેટલી ચૂંટણીલક્ષી જનસભાઓ કરશે. કોંગ્રેસના 4 ઝોનમાં 2-2 જનસભાઓ યોજાશે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે અને જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 100થી વધારે જનસભાઓ વિધાનસભા બેઠક દીઠ કરવામાં આવશે. એટલે કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ગુજરાતને સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં વધારે ધ્યાન આપવામાં આવશે.
2017માં મોદીની સભા બાદ શું થયું, કોણ જીત્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરે ભૂજથી પ્રચારની શરૂઆત કરી હતી.
મોદીએ કરેલી સભાની સીટો પર શું આવ્યું પરિણામ
મોદીની સભા થઈ ત્યાં ભાજપને મળેલી બેઠક
ભૂજ, સુરત – 15 બેઠક, નવસારી, વઢવાણ, રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, દક્ષિણ, ગ્રામ્ય, જેતપુર, ગોંડલ, ભરૂચ, જામનગર ગ્રામ્ય, જામ. ઉત્તર, જામ. દક્ષિણ, ધરમપુર, વાગરા અંકલેશ્વર, હિંમતનગર, કાલોલ, નિકોલ, મહેસાણા, સાણંદ, વડોદરા, ડીસા, કાંકરેજ આમ 40 બેઠક ભાજપને મળી હતી.
મોદીએ જ્યાં સભા કરી ત્યાં કોંગ્રેસને મળેવી બેઠક
જસદણ, ધારી, મોરબી, પ્રાચી (ગીર-સોમનાથ), સુરેન્દ્રનગર – દસાડા, લિંબડી, ચોટીલા, ધ્રાંગ્રધા, ધોરાજી, જસદણ, કાલાવાડ, જામજોધપુર, જૂનાગઢ, ભાવનગર ગ્રામ્ય, ઇસ્ટ, વેસ્ટ, મહુવા, તળાજા, નેત્રંગ (ભરૂચ), જંબુસર, ગારિયાધાર, ધંધુકા, દાહોદ, આણંદ, પાલનપુર, અંબાજી (બનાસકાંઠા) વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર, દીઓદર આમ 31 બેઠક કોંગ્રેસને મળી હતી.
ઝઘડિયામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી
લુણાવાડા અપક્ષને મળી
વડગામમાં અપક્ષ
આમ મોદીએ જ્યાં સભા કરી હતી ત્યાં ભાજપે 34 બેઠક ગમાવી હતી.
નરેન્દ્ર મોદી નવેમ્બર-ડિસેમ્બર 2017માં 50 મોટી અને મધ્યમ સ્તરની રેલી કરે એવું નક્કી કરાયું હતું. પણ પછી સ્થિતી અંકૂશ બહાર જતાં આ સભાની સંખ્યા વધારવી પડી હતી.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જ 30થી વધુ રૅલીઓ કરી હતી.