રૂપિયા 260 કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ જનાર મહાઠગ વિનય શાહની નેપાળમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. ગુજરાતમાં લાવવા માટે ટીમ રવાના થઈ છે. તેની પત્નીને ગુજરાત પોલીસ હજુ સુધી પકડી શકી નથી પણ નેપાળ પોલીસે શાહને પકડી પાડ્કોયો છે.
અમદાવાદમાં લોકોને લોભામણી લાલચ આપીને વિનય શાહે એજન્ટો મારફતે રૂ. 260 કરોડ એકત્ર કર્યા હતા. વિનય શાહ એજન્ટોને પણ રોકાણ ઉપર ઉંચુ કમિશન આપતો હતો. સપ્ટેમ્બર મહિનામાં પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. પરંતુ પોલીસે વિનય શાય અને તેની પત્નીનું નિવેદન લઈને બન્નેને જવા દીધા હતા. ત્યાર બાદ તાજેતરમાં વિનય શાહ અને તેની પત્ની કરોડો ડૂબાડીને ફરાર થઈ ગયા હતા.
વિનય શાહ વોટ્સએપ મારફતે કોર ગ્રુપના સભ્યો સાથે સતત સંર્પકમાં હતો અને પોલીસની તમામ ગતિવિધીઓ ઉપર નજર રાખતો હતો.
વિનય શાહ અને ભાજપના એક નેતા સ્વપ્નિલ સુરેન્દ્ર રાજપુત અને સુરેન્દ્ર રાજપુતનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના જે.સી.પી જે.કે.ભટ્ટને રૂ. 90 લાખની લાંચ આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઓડિયોમાં વિનય શાહે ક્રાઈમબ્રાન્ચના કેટલાક કર્મચારીઓનું તેની કંપનીમાં રોકાણ હોવાનો દાવો કર્યો હતો. ટીવી પત્રકારોને પૈસા આપ્યા હોવાનું પણ તેમણે જાહેર કર્યું હતું.