વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તેમના વતન અમરેલીમાં ભાઈઓ અને ભત્રીજા તથા ભાઈબંધને ફાયદો કરાવી આપતા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એક ફાર્મ હાઉસ તરફ જતા રસ્તા પ્રજાના પૈસાથી બનાવી દેવાયો છે. પોતાની ખેતીની જમીન પર પણ આર.સી.સી.રોડ અમરેલી નગરપાલિકાના ખર્ચે બનાવી દેવાયો છે. તેથી તેમની સામે આરટીઆઇ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ આ ગંભીર બાબત શોધી કાઢી છે. તેમનો આરોપ છે કે કોંગ્રેસના નેતાએ 34 કરોડ રૂપિયા નગરપાલિકાના તેમણે પોતાના માટે વાપરી નાંખ્યા છે. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર છે. અમરેલી નગરપાલિકા કોંગ્રેસનું શાસન છે અને 34 કરોડ રૂપિયાના રસ્તા પોતાના કે સંબંધિતના રસ્તા બનાવવા વાપરી નાંખ્યા છે. રસ્તા બનાવ્યા છે જેમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓના લાભાર્થે આ તમામ રસ્તાઓ બનાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેથી તેની ઊંડી તપાસ માટે માંગણી કરી છે. પરેશ ધાનાણી આનો જવાબ આપો તેવી લાગણી વ્યક્ત કરી છે. પરેશ ધાનાણીના સ્થળે જવા માટે 24 લાખના ખર્ચે આ રસ્તાઓ બનાવ્યા છે. પ્રજાના પૈસા વપરાયા છે અને ઉપયોગ ખાનગી રીતે કરવામાં આવ્યો છે. જ્યાં કોઈ માણસો રહેતા નથી ત્યાં ફાયદો કરાવી આપવા માટે પણ એક રસ્તો બનાવ્યો છે. એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ અમરેલી નગરપાલિકાએ કર્યું છે. પણ હવે તેમણે જાહેરમાં જવાબ આપવો પડશે. હવે પરેશ ધાનાણી કઈ રીતે રૂપાણીના ભ્રષ્ટાચારની વાતો વિધાનસભામાં કરી શકશે?