વિશ્વમાં 1 કરોડ ઘરમાં શાંતિ માટે ગાયત્રી યજ્ઞ કરાશે

2 જૂન 2019ના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક સાથે 1 કરોડ ઘરમાં ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ થશે. સમાજમાં સુખ શાંતિ લાવવા યજ્ઞ થશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ડૉક્ટર પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાં આખા વિશ્વમાં એક સમયે એક સાથે એક કરોડથી વધુ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવશે. મોડાસા શહેર તથા આસપાસના ક્ષેત્રમાં થનારા ગાયત્રી યજ્ઞ માટે પુરોહિતોના વિશેષ પ્રશિક્ષણ માટે ગાયત્રી
ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે ત્રિદિવસ પ્રશિક્ષણ કાર્યક્રમ થઈ રહ્યાં છે. 2 જૂનના રોજ મોડાસા શહેરમાં તથા ગામોમાં યજ્ઞના આયોજન માટે નોંધણી કરાવવાનું જમાવવામાં આવ્યું છે.