વિશ્વના પ્રાણી જગતમાં ભેંસોનું સ્થાન ઉમદા અને અદિતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસોનું હોવું તે દેશો માટે અનિવાર્ય અંગ છે. ભારત જેવા કેટલાક દેશોના અર્થતંત્ર અને વિકાસમાં ભેંસોનો ફાળો મહત્વનો કહી શકાય.
વિદેશી ભેંસોની જાત : ભેંસોના પ્રાણી જગતને ભેંસો જે વિસ્તારમાં જોવા મળે છે તે મુજબ ત્રણ ભાગમાં વહેચી છે
આફિકાની જંગલી ભેંસો : આફ્રિકા ખંડમાં સહરાના રણની દક્ષિણે આવેલ ઈથીયોપીયાથી માંડી ઝેર દેશ સુધીનાં જંગલોમાં તદન જંગલી અવસ્થામાં ભેંસો જોવા મળે છે. આ પ્રકારની (સીન્સરસ કાફર) ભેસોમાં ત્રણ ઓલાદો છે. : (૧) કેપ ભેંસ (૨) કોંગો ભેંસ તથા (૩) સુદાન ભેંસ
એશિયાની જંગલી ભેંસો:આસામથી પૂર્વ એશિયા ખંડના દેશોમાં જંગલી અવસ્થામાંથી પાલતુ અવસ્થામાં લાવીને ભેંસો ઉછેરવાનું સેકાઓ પહેલાથી અપનાવવામાં આવેલ છે. છતાં પણ ભેંસોની કેટલીક જાતો પાલતુ અવસ્થામાં આવ્યા વિના જંગલી અવસ્થામાં રહેલ છે. દા.ત. (૧) એનોઆ (ઈન્ડોનેશીયામાં) (૨) ટમારો (ફિલીપાઈન્સમાં) અને (૩) અરજ (ઉતર હિમાલયના જંગલો, આસામ, ભારત-ચીન સરહદે) જોવા મળે છે.
આ ઉપરાંત શ્રીલંકા, જાવા, સુમાત્રા, કંપુચીયા, લાઓસ અને થાઈલેન્ડમાં જુજ પ્રમાણમાં અદૂશ્ય થતી જાતી તરીકે કેટલીક જંગલી ભેંસોની જાતો જોવા મળે છે.
દક્ષિણ પૂર્વ એશિયા ખંડના દેશોની પાલતુ ભેંસો : પૂર્વ – ચીન, બમાં, લાઓસ, કંપુચીયા વિયેટનામ, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશીયા અને ફિલીપાઈન્સમાં જોવા મળતી પાલતું ભેંસો જંગલી ભેંસો જેવી જ દેખાય છે. તેમને સ્વમપ બફેલો કહે છે. પશ્ચિમ મલેશિયા (માર્શલેન્ડ અથવા સ્વમ૫ વિસ્તાર)માં તેમનું ઉત્પતિ સ્થાન હોવાનું મનાય છે. આ ભેંસોના ઘણા વર્ષોથી ખેતી કામ માટે ઉપયોગ થાય છે.
યુરોપ, આફ્રિકા (નીયર ઈસ્ટ) તથા પશ્ચિમ એશિયામાં જોવા મળતી ઓલાદો: એશિયા ખંડના અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, સીરીયા, તુર્કી, ઈજીપ્ત તથા દક્ષિણ પૂર્વમાં આવેલ યુરોપના દેશો દા.ત. હંગેરી, રોમાનીયા, યુગોસ્લાવિયા, બલ્કોરીયા, આલબેનિયા વગેરેમાં જોવા મળતી ભેંસો દેખાવમાં લગભગ મળતાવળી દેખાય છે. દા.ત. ઈરાકી ભેંસો, ઈરાની ભેંસો, સીરીયન ભેંસો, ઈજીપશીયન ભેંસો મીનુફ અને બહેરી નીચાણવાળા પ્રદેશમાં જોવા મળે છે. જયારે દૂધાળ સેદી ઓલાદ મધ્ય ઉતર ઈજીપ્તમાં પાળવામાં આવે છે.
પૂર્વના દેશોમાં જોવા મળતી ભેંસો
બાંગ્લાદેશ, શ્રીલંકા અને બ્રુનોઈમાં સ્વમ૫ પ્રકારની ભેંસો ખેતીકામ અને માંસ ઉત્પાદન માટે ઉપયોગી છે.
બર્મા, ઈન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, થાઈલેન્ડમાં ભારતીય મુરાહ ઓલાદથી સંકર સંવર્ધન કરવામાં આવે છે.
નેપાળમાં ૩૦૦૦ થી ૫૦૦૦ મીટરની ઉચાઈ સુધી જોવા મળતી ભેંસો નાની અને ખૂબ જ કઠણ હોય છે. ઘણા વર્ષોથી મુરાહનાં સંવર્ધનને કારણે અહીની સ્થાનિક નાની ભેંસો મુરહિ જેવા લક્ષણો ધરાવે છે અને તેમની ઉત્પાદકતામાં ઉતરોત્તર વધારો થતો જાય છે.
ફિલીપાઈન્સની સ્વમપ ભેંસ કેરેબાઓ તરીકે જાણીતી છે તે અહીં ખેતીકામમાં મુખ્ય ઉપયોગી છે.
પોર્ટુગીઝની મોટી જાતની સ્વમપ ભેંસો પૈકી લગભગ ૧૦ ટકા સફેદ હોય છે. દૂધ ઉત્પાદન તથા ખેતી કામમાં ઉપયોગી છે.
આફિકા, લેટીન અમેરીકા, બ્રાઝીલ તથા ઓસ્ટ્રીલીયામાં ભારત અથવા પાકિસ્તાનથી ઉત્તમ ભેંસો આયાત કરી ઉછેરવામાં આવે છે.