ભારતીય જનતા પક્ષે સહકારી મંડળીઓ, સહકારી બેંકો, સહકારી ડેરી, સહકારી ખાંડ ફેક્ટરીઓ, હિન્દુ ધર્મ, અનેક જ્ઞાતિ મંગળો પર રાજકીય પ્રભુત્વ જમાવી દીધા બાદ હવે પાટીદાર જ્ઞાતિઓની ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પર પણ પ્રભુત્વ જમાવી દીધું છે. ભાજપના નેતાઓએ એક વર્ષ પહેલાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનની સ્થાપના કરીને કડવા પાડીદાર સમાજ પર કબજો કરી દેવા બનાવેલા પ્લાનમાં તેઓ સફળ રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા આ સંસ્થા માટે કામ શરૂં કરાયું હતું. જે હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક ભાજપના સી.કે.પટેલ પાટીદાર સમાજના નામે ભાજપ માટે કામ શરૂં કરી દીધું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વૈષ્ણોદેવી પાસે ઓગષ્ટે એક કાર્યક્મ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના તમામ કડવા પાટીદાર નેતાઓ હાજર હતા. પણ કોંગ્રેસ, આમ આદમી પક્ષ, સામ્યવાદી પક્ષ, એનસીપી, પાટીદાર રાજકીય પક્ષ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય નેતાઓને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ભાજપ સિવાયના તમામ પક્ષોને વિશ્વ ઊમિયા ફાઉંડેશન સંસ્થાથી દૂર રાખવામાં આવ્યા હતા. આમ ભાજપે હવે પોતાનું રાજકીય ઊમિયા મંદિર અહીં શરૂં કરીને પટેલ સમાજને પોતાના કબજામાં લેવાની ભ્રમજાળ ઊભી કરી છે.
કોણ હતા ભાજપના નેતાઓ
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક ભાઇ પટેલ, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ, ઊંઝા મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યક્રમના પ્રમુખ પ્રહલાદ ભાઇ પટેલ, ધારાસભ્ય બાબુભાઇ જમના પટેલ, ભાજપના અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ,
ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ, મોદી સરકારનેા પૂર્વ પ્રધાન નરોત્તમભાઇ પટેલ અગ્રણી દાતાઓ હતા પણ પાટીદાર સમાજના ખરા સેવક એવા નેતાઓ ગેરહાજર હતા.
બીજી સંસ્થાઓ પર કબજો
જ્યારથી હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂં કર્યું છે ત્યારથી ભાજપે પાટીદાર સંસ્કાઓ ખોડલધામ, ઊંઝા ઉમિયા મંદિર, સીદસર ઉમિયા મંદદીર, સુરતની અનેક પાટીદાર સંસ્થાઓ પર ભાજપે પોતાનું રાજકારણ ખેલવાનું શરૂં કર્યું હતું. જેમાં 98 ટકા સંસ્થાઓ પર ભાજપે પોતાની રાજકીય કાળી ચાદર પાથરી દીધી છે.
સત્તા પર આવવા હિન્દુ સંસ્થાઓનો ઉપયોગ
સત્તા પર આવવા માટે જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ પર ભાજપનો મદાર હતો અને તેમાં હિન્દુ સમાજનો ભરપુર ઉપયોગ કર્યો હતો. સત્તા પર આવતાં જ તેમને ફંગોળી દેવામાં આવી હતી. એટલું જ નહીં પણ તેમને ખતમ પણ કરી દેવામાં આવી છે. જેમાં ડો.પ્રવિણ તોગડીયા એક ઉદાહરણ છે. તેમને ભાજપના સત્તાધીશોએ ઉંચકીને બહાર કાંઢી મૂકી પોતાના પપેટ જેવા હોદ્દેદારો મુકી દીધા છે. આજ રીતે આર.એસએસ.રામ મંદિરરનું રાજકારણ, અનેક મંદિરોનું રાજકારણ, મહંત અને સંતોને પણ ભાજપે પોતાની તરફે કરી લીધા હતા. એક માત્ર દ્વરકાના શંકરાચાર્ય અને બીજા થોડા ખરા ધાર્મિક વડાઓને તેઓ વશ કરી શક્યા ન હતા. જે તેમની સામે ન ઝૂક્યા તેમને પરેશાન કરવામાં આવ્યા હતા. ગુજરાતના મહત્વના મંદિરો સોમનાથ, અંબાજી, દ્વારકા (પરિમલ નથવાણી), સ્વામિનારાણ સંપ્રદાયના એક ફિરકાને બાદ કરતાં તમામ પર ભાજપનો હુકમ ચાલે છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા લાયઝન કરી આપે છે
ધાર્મિક સંસ્થાઓ અને સાધુ-મહંતો સાથે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સંકલનમાં રહીને પક્ષના નેતાઓ સાથે મેળવી આપે છે. તેમના કામો કરાવી આપે છે અને પછી તેમનો ઉપયોગ મતો મેળવવા કરે છે. આવા ગુજરાતમાં 206 જેટલાં મંદિરો પર સરકારનો કબજો છે. ઉપરાંત સ્વાધ્યાલ પરિવારના, આબુની સંસ્થા, બાબા રામદેવનું ગુજરાતનું નેટવર્ક, શ્રીશ્રી રવિશંકર, મોરારી બાપુ, રમેશ ઓઝા જેવા કથાકારોને પણ ભાજપે પોતાની રાજકીય ચાલમાં લઈ લીધા છે. આવી તો અનેક સંસ્થાઓ છે કે જે ભાજપના હુકમ માને છે. તેના બદલામાં યોગ્ય બદલો પણ આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા માટે અમદાવાદના યુનિવર્સિટિ મેદાનમાં સદભાવના ઉપવાસ કરેલાં અને તેમાં ધાર્મિક નેતાઓને હાજર રખાયા હતા તેમાં મોટા ભાગનું સંકલન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી આપ્યું હતું.
સત્તા ટકાવી રાખવા માટે ધર્મનો આશરો

સત્તા મેળવવા માટે ભાજપે ધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ કરી લીધા બાદ તેનો કોઈ ઉપયોગ ન રહેતાં તેમને ફેંદી કેવાની નીતિ ભાજપના નરેન્દ્ર મોદી અને અમીત શાહની રહી છે. સત્તા ટકાવી રાખવા માટે પણ તેઓ આવી સંસ્થાઓનો આશરો લેતા રહ્યાં છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત ટીવી પર લાઈવ બતાવીને તેનો સાધો રાજકીય ફાયદો લીધો હતો. ત્યાર પછી એક પણ મંદિરની મુલાકાત વડાપ્રધાને ટીવી પર લાઈવ કરી નથી. ગઈ વિધાનસભામાં પાટીદારો ભાજપના કહ્યામાં રહ્યાં ન હતા. તેથી તેમની સંસ્થાઓના નેતાઓ જેવા કે ઊંઝા મંદિરના નારણ લલ્લુ પટેલ, સીસદર ઉમિયા મંદિરના વાંસજાળીયા, કાગવડનો ઉપયોગ કરવાનું શરૂં કર્યું હતું. જેમાં પાટીદારોની મોટાભાગની સંસ્થાઓ પર આડકતરો કબજો હતો. પણ હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પર સીધો કબજો મેળવી લીધો છે.
વડાપ્રધાન સાથે સીધા સંપર્ક
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના સાીધા સંપર્કમાં હતી. ત્યાંથી જે સૂચનાઓ આવતી હતી તે રીતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ દ્વારા અમલ કરવામાં આવતો હતો. નિયમિત રીતે ફેક્સ મોકલવામાં આવતાં હતા. હાર્દિક પટેલને ખતમ કેમ કરવો તેનો પ્લાન બનેલો તેમાં તેઓ સામેલ હતા. ઉપરાંત સીદસરના વાંસજાળીયા પણ સાથે હતા. સીદસરના ટ્રસ્ટી તરીકે ભાજપના નેતા અને પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા પણ ભાજપને પાટીદારોની સંસ્થા વતી ભરપુર મદદ કરી હતી. ઊંઝાના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે જાહેરમાં ભાજપને અને ખાનગીમાં હાર્દિકને મદદ કરી હતી. કાગવડમાં વિટ્ઠલ રાદડીયાએ ભાજપને અંદરથી મદદ કરી હતી. સોલા ઉમિયા કેમ્પસ ભાજપના બાબ જમના પટેલે ભાજપની તરફેણમાં ઉપયોગ થવા દીધો હતો. આ બધા ઓપરેશનમાં સૌથી સક્રીય ભૂમિકા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની રહી હતી. તેમણે પાટીદાર સમાજનો ઉપયોગ ભાજપ માટે થાય તેરીતે રાજકીય સોગઠા ગોઠવતા રહ્યાં હતા. અનામત આંદોલનને તોડી પાડવા માટે નીતિન પટેલે તમામ પાટીદાર નેતાઓ અને સંસ્થાઓનો રાજકીય ઉપયોગ કર્યો હતો. જે નરેન્દ્ર મોદી અને અમિત શાહની મંજૂરીથી થતું હતું.
શું થયું વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનમાં
નીતિન પટેલે શું કહ્યું
સોલા ઉમિયા કેમ્પસ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પંચામૃત કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સંકુલ વૈશ્વિક સ્તરનું બની રહેશે. માં ઉમિયાનાં ધામનું નિર્માણ 100 ટકા આકાર પામશે. આજે સરૂ કરેલો કાર્યમાં કુલ 25 વર્ષ પછી જોવાં મળશે, આવનારી પેઠી જોશે કે અમારા પૂર્વજોએ સમાજ ઉત્કર્ષ માટે શું કર્યુ છે. પાટીદાર ખેડૂત, નોકરીયાત અને મજુર સહિત દુનિયામા એક પણ ધર બાકી ન રહે તે રીતે તમામનું દાન નવા નિર્માણ થનાર અંતરારાષ્ટ્રીય સંકુલ માટે સ્વીકારવું જોઈએ. પાટીદાર સમાજ સંકુચીત વિચાર ધારા ધરાવતો નથી ઉદાર હાથે દાન આપી સૌના સાથ સૌનો વિકાસમાં આ સમાજ માંને છે. ઉંઝા ઉમિયા મંદિર માટે રૂ.9 કરોડ અને સિદસર મંદિર માટે રૂ.18 કરોડ મંદિરના વિકાસના કામો માટે પ્રવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા ખર્ચાવાના છે.
ભાજપના નેતાઓએ શું કહ્યું
મહેસૂલ પ્રધાન કૌશિક ભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડિલોએ જે વિરાસત આપી છે. તેવા વિચારોની વિરાસત પર
આવુ ભવ્ય આયોજન થઇ રહ્યુ છે, બહુ જન હિતાય – બહુ જન સુખાયના મંત્રને સાકાર કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે કર્યો થઇ રહ્યા છે, તે અભિનંદને પાત્ર છે. સેવા,સંગઠન અને સરકારએ પાટીદાર સમાજની ઓળખ છે, તેમ જણાવી તેમણે કહ્યું કે, કળીયુગમાં સંગઠનના જોરે ઇચ્છીત પરીણામ મેળવી શકાય છે.
ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જજ્ણાવ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાપનાને 1 વર્ષમાં રૂ.1 હજાર કરોડનો પ્રોજેકટ બનાવીતે મૂર્તિમંત થવા જઇ રહ્યો છે. વિશ્વમાં કદાચ આ પહેલો પ્રસંગ હશેકે આટલી ઝડપથી પ્રોજેકટ સાકાર થશે. સખાવાત દ્વારા નિર્માણ પામેલ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરીને આપણે આગળ આવ્યા હોય ત્યારે આપણી જવાબદારી છે. આપણે આવી સંસ્થાને વધુમાં વધુ સહકાર આપી મદદ કરીએ.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક અને ભાજપના નેતા સી.કે.પટેલે જણાવ્યું કે, વિશ્વ ભરમાં ફેલાયેલા પાટીદારો અને કડવા પટીદારો સંસ્થાઓને એકતાતણે બાંધવા માટેનો કાર્યક્રમ છે,
ભાજપનો વધુ એક મીશન 2019નો માસ્ટર સ્ટ્રોક
15 જૂલાઈ 2018ના દિવસે વિજયભાઈ રૂપાણીની ખુબજ નજીકના મનાતા ખોડલધામના પરેશ ગજેરા જાહેર જીવનમાં આવવાં માંગે છે. ભાજપ નાદુરસ્ત તબિયતથી ઝજુમતા વિઠ્ઠલભાઈ રાદડીયાના વિકલ્પ સ્વરૂપે પાટીદાર નેતા પરેશ ગજેરાને ગોઠવી લેવાની વેતરણમાં ભાજપ છે. પાટીદાર બેલ્ટને અંકે કરવા, હાર્દીકના પાટીદાર આંદાલનને ઠંડો પાડી દેવા, તથા ખુદના જ પાટીદાર વર્ચસ્વ ધરાવતા નેતા વિઠઠલરાદડીયાનો વિકલ્પ શોધી લેવાની દીશામા પણ ગોઠવણીઓ કરી લીધી હોવાનુ સામેઆવવા પામી રહ્યુ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામુ આપી દીધુ હતું. વિધાનસભાની ચૂંટણી સમયે ભાવનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના લેઉઆ પટેલના અગ્રણી નેતા નરેશ પટેલ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપના કેટલાંક નેતાઓએ મુલાકાત કરી હતી. આ મીટિંગ બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે, નરેશ પટેલે ભાજપને જીતાડવા માટે અપીલ કરી છે. નરેશ પટેલ તરફથી આ નિવેદનની નકારી કાઢવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેં કોઈને જીતાડવાની અપીલ કરી નથી. ખોડલધામના નરેશ પટેલ અને જીતુ વાઘાણી વચ્ચેની મુલાકાતની તસવીરો વાઈરલ કરવામાં આવી હતી.